તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
પેલેસ રોડ, કનક રોડ, સહિત વધુ ૧૮ મિલ્કત સીલ
બપોર સુધીમાં ૩૮.૬૦ લાખની વસુલાત, બાકી વેરા વસુલવાની કાર્યવાહી અંતર્ગતઃ મનપાની વેરા શાખાની કાર્યવાહી કડક

રાજકોટ, તા. ૧૪: મનપાના વેરાવિભાગ દ્વારા આજે પેલેસ રોડ, કનક રોડ, વિજય પ્લોટ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં રિકવરી ઝુંબેશ અંતર્ગત વધુ ૧૮ કોમર્શીયલ મિલ્કતો સીલ કરી સ્થળ ઉપર રૂા. ૩૮.૬૦ લાખની વેરાવસુલાત કરી હતી.
આ અંગે મનપાની સતાવર યાદિમાં જણાવ્યા મુજબ વેરા શાખા દ્વારા આજે લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ' સેક્ન્ડ ફલોર શોપ નં-૨૧૩ ને સીલ મારેલ, કળષ્ણપરામા ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૩.૦૬ લાખ, પેલેસ રોડ પર આવેલ સમર્થ સેક્ધડ ફલોર શોપ નં-૨૦૧ ને સીલ મારેલ, ભૂપેન્દ્રરોડ પર આવેલ ‘શ્રીરોમણી કોમ્પ્લેક્ષ' ગ્રાઉન્ડ ફલોર શોપ નં-૩૨ ને સીલ મારેલ, કડીયાનવી લાઇનમાં ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૨.૯૫ લાખ, પેલેસ રોડ પર આવેલ આર.કે.કોમ્પ્લેક્ષ માં ૧-યુનિટને સીલ મારેલ, ભૂપેન્દ્રરોડ પર આવેલ ‘શ્રીરોમણી કોમ્પ્લેક્ષ' ગ્રાઉન્ડ ફલોર શોપ નં-૪ ને સીલ મારેલ, કનક રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૩.૪૪ લાખની કરી હતી.
જયારે વિજય પ્લોટમાં ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ,૫૯,૫૯૯, લોહાણાપરામાં ‘રઘુનાથ આર્કેડ સેક્ધડ ફલોર શોપ નં-૨૧૮ને સીલ મારેલ, રામનાથ ઓદ્યોગીક વિસ્તારમાં ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૩.૭૦ લાખ., મરૂતી ઓદ્યોગીક વિસ્તારમાં ૧-યુનિટની સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ અટીકા શેરી નં-૭માં ૧-યુનિટને સીલ મારેલ, પ્રગતી સોસાયટીમાં ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૮૩,૨૫૦, બોલબાલા રોડ પર આવેલ ૧-યુનિટને સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫૨,૫૯૦, હરી ઓમ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૮૦,૩૨૦ની કરી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે. નંદાણી તથા આસી.કમિશ્રર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.
(3:43 PM IST)










