તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
બોર્ડની પરીક્ષા માટે જબ્બર આયોજનઃ ૧૯મીએ શિક્ષણમંત્રીની વિડીયો કોન્ફરન્સ
રાજકોટ જિલ્લામાં ધો.૧૦-૧રના કુલ ૭૬૩૧ર પરીક્ષાર્થીઓ :પરીક્ષા કેન્દ્ર, વિદ્યાર્થીઓની સંખ્યા, કંટ્રોલ રૂમ, વીજ પુરવઠો, પોલીસ બંદોબસ્ત, ફોન નં. ર સુવિધા વગેરે બાબતે કુબેરભાઇ, પ્રફુલભાઇ, મુકેશકુમાર માર્ગદર્શન આપશે

ગાંધીનગર, તા., ૧૪: ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા તા.ર૭ મીથી ધો.૧૦ અને ૧રની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. સરકાર દ્વારા તેની પુર્વ તૈયારી ચાલી રહી છે. તા. ર૭મીએ દરેક સ્થાનિક શિક્ષણતંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર, રાજય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા અને શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારએ તા.૧૯મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે વિડીયો કોન્ફરન્સ બોર્ડ દ્વારા આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે. બોર્ડની જાહેર પરીક્ષાઓ ૨૭/૦૨/૨૦૨૫ થી ૧૭/૦૩/૨૦૨૫ દરમિયાન યોજાશે. પરીક્ષાની તૈયારી અંગે સમીક્ષા માટેની વિડીયો કોન્ફરન્સ તા.૧૯/૦૨/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે શિક્ષણમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર છે.
પરીક્ષા સંબંધે થયેલ તૈયારીની રૂપરેખા, વિદ્યાર્થી સંખ્યા, કેન્દ્રોની સંખ્યા, બ્લોક વ્યવસ્થા વગેરે. તમામ પરીક્ષા સ્થળો ઉપર સીસીટીવી વ્યવસ્થા અને ચાલુ હાલતમાં હોવા અંગેની બાબત. જીલ્લા કક્ષાએ કંટ્રોલરૂમનો શુભારંભ. સતત વીજપુરવઠો ચાલુ રહે તે માટેનું આયોજન. પરીક્ષા બિલ્ડીંગ, રૂટ પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોંગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને જરૂર પડયેથી ફર્સ્ટ એઈડ રી વ્યવસ્થા કરવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહનવ્યવહારની સગવડ કરવા વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લામાં કુલ ૩૦૮ બિલ્ડીંગમાં ૭૬૩૧ર પરીક્ષાઓ પરીક્ષા આપશે. જેમાં ધો.૧૦ના ૪પ૪ર૧, ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહના ૭૬૮૪ અને સામાન્ય પ્રવાહના ર૩ર૦૭ પરીક્ષાર્થીઓનો સમાવેશ થાય છે.
(3:38 PM IST)










