<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

મનપાની ફુડ શાખા ત્રાટકીઃ વિવિધ ખાદ્યતેલના ૪ નમુના લેવાયા

ગાંધીગ્રામ વિસ્‍તારમાં ૨૨ ધંધાર્થીને ત્‍યાં ચેકીંગઃ ૧૦ ને લાઇસન્‍સ બાબતે નોટીસ

રાજકોટ તા.૧૪: મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના એસ. કે. ચોક, ગાંધીગ્રામ વિસ્‍તારમાં આવેલ ખાધ્‍યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. ખાધ્‍ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ. તેમજ કપાસીયા સહિતના તેલના ૪ નુમના લેવામાં આવ્‍યા છે.

૧૦ ને નોટીસ

ખોડિયાર કોલ્‍ડ્રિંકસ, શ્રી નકલંક ડેરી ફાર્મ, રાજશકિત સોડા શોપ, સુર્યોદય પ્રોવિઝન સ્‍ટોર, શીવ ચીકી, પ્રિન્‍સ અમુલ પાર્લર, બંસીધર પ્રોવિઝન સ્‍ટોર્સ, મારૂતિ કીરાણા ભંડાર, મંત્ર સોડા શોપ, અનમોલ પ્રોવિઝન સ્‍ટોર સહિત ૧૦ને લાઇસન્‍સ મેળવવા બાબતે સુચના આપવામાં આવેલ.

નમુના લેવાયા

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ (૧) JAYSHREE REFIEND COTTONSEED OIL (500 ML PKD. BOTTLE): સ્‍થળઃ બંસીધર ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ, RTO પાસે, (૨) સરકાર રિફાઈન્‍ડ કપાસિયા તેલ (૧૫ KG PKD.): માધવ ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાડ, RTO પાસે, (૩) DOLLAR REFINED SUNFLOWER OIL (FROM 15 LIT PKD.) સ્‍થળઃ મજીઠીયા ટ્રેડર્સ જૂના માર્કેટિંગ યાર્ડ, RTO પાસે, (૪) GULAB GROUNDNUT OIL (FROM 5 LTR. PKD.) સ્‍થળઃ બાલમુકુંદ કિરણાં ભંડાર ઉદ્યોગનગર-૨, વિશાલ કોમ્‍પ્‍લેક્ષ સામે, મવડી મેઇન રોડ સહિત ૪ નમુના લેવામાં આવ્‍યા છે.

(3:37 PM IST)