<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ઘરે-ઘરેથી કચરો એકત્રીત કરવા તમામ મિલ્‍કતોનો નવેસરથી સર્વે કરાશે

મનપા દ્વારા નવીનતમ ટેકનોલોજી શરૂ કરવા કવાયત સર્વેમાં આવનાર એજન્‍સીના સ્‍ટાફને સહકાર આપવા નગરજનોને તંત્રની અપીલ

રાજકોટ તા.૧૪: નવીનતમ ટેકનોલોજી આધારીત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી અંતર્ગત શહેરની તમામ મિલકતોનો સર્વે કરવામાં આવશે. સર્વે કરવા આવનાર એજન્‍સીના સ્‍ટાફને પૂરતો સહકાર આપવા મનપા તંત્ર દ્વારા  જાહેર અપીલ કરવામાં આવી છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જાણવ્‍યા મુજબ શહેરમાં સમાવિષ્ટ વોર્ડ વિસ્‍તારમાંથી મિનિ ટીપર વાહનો મારફતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની નવીનતમ ટેક્રોલોજી આધારીત શહેરના દરેક ઘર, ઓફિસ, દુકાન, રેસ્‍ટોરન્‍ટ, હોટેલ, લારી-ગલ્લા, ક્‍લીનિક, હોસ્‍પિટલ, કોમ્‍યુનિટી હોલ, જ્ઞાતિની વાડી, પાર્ટી પ્‍લોટ વિગેરેનો સર્વે થનાર છે, જે સર્વે એજન્‍સીના સ્‍ટાફ દ્વારા થનાર છે, જે એજન્‍સીના સ્‍ટાફ સ્‍થળ પર આવી વોર્ડ વિસ્‍તારના દરેક ઘર, ઓફિસ, દુકાન, રેસ્‍ટોરન્‍ટ, હોટેલ, લારી-ગલ્લા, ક્‍લીનિક, હોસ્‍પિટલ, કોમ્‍યુનિટી હોલ, જ્ઞાતિની વાડી, પાર્ટી પ્‍લોટ વિગેરેના ફોટા લેવામાં આવશે, તેઓ દ્વારા મિલકત સંબધી કોઈપણ સવાલ કરવામાં આવશે નહીં, આ સર્વે માત્ર ને માત્ર મિલકત ગણતરીનો સર્વે છે.

સર્વે કરવા આવનાર એજન્‍સીનો સ્‍ટાફ તેઓના ફોટા સાથે સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા લગત ઝોનના નાયબ પર્યાવરણ ઇજ્‍નેર દ્વારા સહી કરી પ્રમાણીત કરેલ ઓળખકાર્ડ સાથે જ આવનાર છે. તો દરેક મિલકત ધારકને રાજકોટ મહાનગર પાલિકાની સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા સર્વે કરવા આવનાર એજન્‍સીના સ્‍ટાફને પૂરતો સહકાર આપવા આથી નમ્ર અપીલ કરવામાં આવે છે

(3:57 PM IST)