<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

રઘુવંશી મૈત્રી મહિલા મંડળ દ્વારા રવિવારે ‘‘ઓપન રાજકોટ મહિલા રમતોત્‍સવ - ૨૦૨૫''

સાથે કેન્‍સર જાગૃતિ અને સુગર - બી.પી.નો નિઃશુલ્‍ક ચેકઅપ કેમ્‍પ

રાજકોટ,તા.૧૪: રઘુવંશી મૈત્રી મહિલા મંડળ ગાંધીગ્રામ દ્વારા તા.૧૬ના રવિવારે ‘‘ઓપન રાજકોટ મહિલા રમતોત્‍સવ -૨૦૨૫''નું આયોજન કરાયું છે. સાથે કેન્‍સર જાગૃતિ તેમજ સુગર અને બી.પી. ચેકઅપ કેમ્‍પ પણ નિઃશુલ્‍ક ધોરણે રાખેલ છે.સ્‍પર્ધામાં ભાગ લેવા ઇચ્‍છતા બહેનોએ શનિવાર તા.૧૫ સાંજના ૪ વાગ્‍યા સુધીમાં નામ નોંધાવી દેવાના રહેશે.

બાળકો માટે પણ  (૧૪ વર્ષ સુધીનો) ‘‘મ્‍યુઝીકલ ચેર'' રમાડવામાં આવશે. તેમનું રજીસ્‍ટ્રેશન પણ કરાવવાનું રહેશે. તેમના માટે રજીસ્‍ટ્રેશન ફી રૂ.૩૦ ભરવાના રહેશે. રજીસ્‍ટ્રેશન માટે કમલાબેન ભાગ્‍યોદયનો સંપર્ક કરવાનો રહેશે.સ્‍પર્ધામાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર બહેનો અને બાળકોને આકર્ષક ઇનામો આપવામાં આવશે. સાથે દરેક પાર્ટીસિપેન્‍સ માટે નાસ્‍તાની વ્‍યવસ્‍થા પણ રાખેલ છે. કાયક્રમનું સ્‍થળ અમથીબા સ્‍કુલ, ગાંધીગ્રામ ખાતે તા.૧૬ના રવિવારે સાંજે ૩:૩૦ થી ૬:૩૦ રાખેલ છે.

‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે ઓપન રાજકોટ મહિલા રમતોત્‍સવ -૨૦૨૫માં દરેક બહેનો ભાગ લઇ શકશે. જેમાં ચાર રમતો રાખેલ છે. દોડ, લિંબુ ચમચી, મ્‍યુઝીકલ ચેર, બેલેન્‍સ સ્‍પર્ધા આ ચાર રમતોમાંથી કોઇ પણ બે રમતમાં બહેનો ભાગ માટે (રજીસ્‍ટ્રેશન માટે) સંસ્‍થાના પ્રમુખ કમલાબેન ભાગ્‍યોદયનો(મો.૯૪૨૭૪૧૦૦૦૭) ઉપર સંપર્ક કરવા જણાવેલ છે. આ રમતોત્‍સવ મંડળના સભ્‍ય બહેનો માટે જ્‍યારે ગેસ્‍ટ ચાર્જ રૂ.૫૦/- રાખેલ છે.

તસ્‍વીરમાં ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા કમલાબેન ભાગ્‍યોદય, કરૂણાબેન સોમૈયા, હર્ષાબેન કોટક, હિનાબેન પોપટ, ભાવનાબેન શિંગાળા, છાયાબેન રૂપારેલીયા, ઉર્મીલાબેન કક્કડ નજરે પડે છે.(તસ્‍વીરઃસંદીપ બગથરીયા)

(2:55 PM IST)