<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારમાંથી ૧૭ વર્ષની પરપ્રાંતિય સગીરાનું અપહરણ

બજારે જવાનું કહીને નીકળ્‍યા બાદ ગાયબઃ આજીડેમ પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૧૪: શહેરમાંથી વધુ એક સગીરાનું અપહરણ થયું છે. આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્‍ટ સિતારામ સોસાયટી પાસ રહેતાં મુળ બિહારના આધેડની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધ્‍યો છે. આધેડ કેટલાક મસયથી રાજકોટ રહી છુટક મજૂરી કરે છે.  સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. જેમાં બીજા નંબરની ૧૭ વર્ષની દિકરીનું અજાણ્‍યો શખ્‍સ અપહરણ કરી ગયો છે.

આધેડે પોલીસને જણાવ્‍યું હતું કે તા. ૩/૨ના રોજ હું અને પત્‍નિ સવારે મજુરી કામે ગયા હતાં. બપોરે એકાદ વાગ્‍યે જમવા આવ્‍યા હતાં અને બે વાગ્‍યે ફરી કામે જતા રહ્યા હતાં. આ વખે અમારા બાળકો ઘરે જ હતાં.

 સાંજે સાડા છએક વાગ્‍યે પરત ઘરે આવ્‍યા ત્‍યારે ૧૭ વર્ષની દિકરી ઘરે ન હોઇ બીજા સંતાનને પુછતાં કહમેલુ કે તેણી બપોરે ત્રણેક વાગ્‍યે બજારમાં જવાનું કહીને ઘરેથી નીકળ્‍યા પછી પાછી આવી નથી. આથી અમે દિકરીને શોધવા માટે સગા સંબંધીને  ત્‍યાં અને બજારમાં તપાસ કરી હતી. પરતુ તેનો કોઇ પત્તો મળ્‍યો નહોતો. આ પછી પોલીસને જાણ કરી હતી. તેણી ઘરેથી નીકળી ત્‍યારે લાલ કલરનું ટોપ અને લાલ કલરની લેગીંગ પહેરી હતી. તે વાને ઘઉવર્ણી છે અને ઉંચાઇ આશરે પાંચ ફુટ છે. તેણીને કોઇ લલચાવી ફોસલાવી ભગાડી ગયાનો ગુનો પીઆઇ એ. બી. જાડેજાની માર્ગદર્શન હેઠળ દાખલ કરી પીએસઆઇ એ. આર. રાઠોડે વધુ તપાસ શરૂ કરી છે.

(2:53 PM IST)