તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
આજીડેમ પોલીસે બે લાખનો દેશી દારૂ ભરેલી કાર પકડીઃ બીજા ૧૦ને પણ ‘દેશી' સાથે પકડયા
ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચનાથી પીઆઇ એ. બી. જાડેજા, હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક અને ટીમોના દરોડાઃ ૧૦૦૦ લિટર દારૂ સાથેની કાર પકડી લેવામાં હરપાલસિંહ જાડેજા, ગોપાલભાઇ બોળીયાની બાતમી

રાજકોટઃ માંડાડુંગર વિસ્તારમાં પાનની કેબીનમાં દેશી દારૂનું વેંચાણ થઇ રહ્યું હોવાનો કહેવાતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. દરમિયાન આજીડેમ પોલીસે સાંજે ખાસ ડ્રાઇવ યોજી કલાકોમાં જ દેશી દારૂના ૧૦ કેસ શોધી કાઢી આરોપીઓને ઝડપી લીધા હતાં. તેમજ દેશી દારૂનો જથ્થો ભરેલી એક આઇ-૨૦ કાર પણ પકડી લીધી હતી. જેમાંથી રૂપિયા બે લાખનો ૧ હજાર લીટર દેશી દારૂ મળ્યો હતો.
દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસે તૂટી પડી માંડાડુંગર નાગબાઇ ચોકમાં રહેતાં રાજેશ કાળુભાઇ ચુડાસમાને રૂા. ૨૮૦૦ના ૧૪ લિટર દારૂ સાથે, લોઠડાની અનીતા અશોક મકવાણાને રૂા. ૩૪૦૦ના ૧૭ લિટર સાથે, ઇમરાન યુસુફભાઇ હાલાને રૂા. ૨૦૦૦ના ૧૦ લિટર દારૂ સાથે, આજીડેમ ચોકડી યુવરાજનગર-૧ના રામજી રવજીભાઇ સાડમીયાને રૂા. ૩૦૦૦ના ૧૫ લિટર દારૂ સાથે, સરધાર આનંદનગર ક્વાર્ટરના નરેન્દ્ર ભાણાભાઇ મકવાણાને રૂા. ૩૦૦૦ના ૧૫ લિટર દારૂ સાથે, સરધાર જીઇબી પાસે રહેતાં ભરત સિતારામભાઇ કુબાવતને રૂા. ૨૨૦૦ના ૧૧ લિટર દારૂ સાથે, ઢાંઢણીના અનિલ બાવકાભાઇ જાદવને રૂા. ૧૦૦૦ના પાંચ લિટર દારૂ સાથે, શીતળાધાર ૨૫ વારીયાના રવિ દેવાભાઇ મુછળીયાને રૂા. ૨૪૦૦ના ૧૨ લિટર દારૂ સાથે તથા કોઠારીયા સોલવન્ટ ફાટક પાસેથી સુરેશ વરજાંગભાઇ દસાડીયાને રૂા. ૨૮૦૦ના ૧૪ લિટર દારૂ સાથે પકડી લેવાયો હતો.આ ઉપરાંત કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ગોપાલભાઇ બોળીયાની બાતમી પરથી કોઠારીયા ગામમાં વોચ રાખવામાં આવતાં એક શખ્સ નંબર વગરની આઇ-૨૦ કાર મુકીને ભાગી ગયો હતો. તેમાં તપાસ કરતાં રૂા. બે લાખનો ૧૦૦૦ લિટર દેશી દારૂ મળી આવતાં દારૂ, કાર મળી ૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત આ તમામ દરોડાની કાર્યવાહી આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, હેડકોન્સ. પિયુષભાઇ ચિરોડીયા, દિગપાલસિંહ જાડેજા, કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ, હરપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા, સંજયરાજ બારોટ અને વિશ્વરાજસિંહ પરમારે કરી હતી.
(4:00 PM IST)










