News of Friday, 14th February 2025
ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી જીજ્ઞેશ ઉર્ફે જીગો ચોરાઉ બાઇક સાથે પકડાયો
બી ડીવીઝન પોલીસના હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા અને કોન્સ.વિશ્વજીતસિંહ ઝાલાની બાતમી

રાજકોટ તા.૧૪: ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી જવાના રસ્તે બી-ડીવીઝન પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી એક શખ્સ ચોરાઉ બાઇક લઇને નીકળ્યો હોવાની બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા અને કોન્સ.વિશ્વજીતસિંહ ઝાલાને બાતમી મળતા સ્ટાફ સાથે ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી જવાના રસ્તેથી જીજ્ઞેશ ઉર્ફે જીગો મનસુખભાઇ રાંક (ઉ.વ.૩૬) (રહે.પીપર ગામ ઢોરાવાળુ ફળીયુ તા.કાલાવાડ)ને ચોરાઉ મોટરસાયકલ સાથે પકડી લીધો હતો.
આ કામગીરી પી.આઇ. એસ.એસ. રાણેન માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.આર. સોલંકી, એ.એસ.આઇ. અનિલસિંહ ગોહિલ, હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ.વિશ્વજીતસિંહ ઝાલા, વિનોદભાઇ પરમાર, રાજદીપભાઇ પટગીર, મનજીભાઇ ડાંગર અને હાર્દિકભાઇ ગાજીપરા દ્વારા કરવામાં આવી હતી
(2:10 PM IST)










