News of Friday, 14th February 2025
ધરમનગર પાસેથી રાજ ઉર્ફે રાજુ ચોરાઉ એકટીવા સાથે પકડાયો
યુનિવર્સિટી પોલીસના હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા અને કોન્સ.વનરાજભાઇ લાવડીયાની બાતમી

રાજકોટ તા. ૧૪ :.. ધરમનગર આવાસ યોજના કવાર્ટર પાસે યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ ધરમનગર આવાસ યોજના કવાર્ટર પાસે એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા અને કોન્સ. વનરાજભાઇ લાવડીયાને બાતમી મળતા ધરમનગર પાસેથી રાજ ઉર્ફે રાજુ જલસારામ યાદવ (ઉ.રપ) (રહે. રૈયાધાર) ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. આ કામગીરી પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. જી. ડોડીયા, એ. એસ. આઇ. જગમાલભાઇ ખટાણા, અજયભાઇ ચૌહાણ, હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિરદેવસિંહ જાડેજા, વિજુભા જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી
(3:41 PM IST)










