તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકનું નામકરણ ‘આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા' કરો
અખિલ ભારતીય નાગર પરિષદ રાજકોટ શાખા દ્વારા કલેકટરને રજૂઆત કરી કહ્યું નરસિંહ મહેતાજી આર્ય સંસ્કારના મશાલચી છે, વિતરાગ છે, ચૌદમી સદીમાં જયારે હિન્દુત્વ ભયમાં હતું ત્યારે ભકિતમય પ્રચારથી સંસ્કૃતિનું રાવણ કરવામાં આમૂલ્ય યોગદાન આપ્યું

રાજકોટ તા. ૧૩: રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું નામકરણ આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા જાહેર કરવા અખિલ ભારતીય નાગર પરિષદ રાજકોટ શાખા દ્વારા કલેકટરશ્રી મારફત વડાપ્રધાનશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
શ્રી જે.ટી.બક્ષી, પ્રમુખ અખિલ ભારતીય નાગર પરિષદ - રાજકોટ, ડો.હેમાંગ વસાવડા, પ્રમુખ શ્રી અનંતજી નાગર બોડિઁગ ટ્રસ્ટ- રાજકોટ, શ્રી રોહિતભાઇ એચ. માંકડ શ્રી હાટકેશ્વર સંસ્થા રાજકોટ, શ્રી દેવાંગ માંકડ , પ્રમુખ શ્રી પંચનાથ ટ્રસ્ટ રાજકોટ, શ્રી દેવાંગ મંકોડી, પ્રમુખ શ્રી સર્વમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ, શ્રી ઓજસ માંકડ, પ્રમુખ , શ્રી નાગર યુવક મંડળ રાજકોટ- પ્રમુખ, શ્રી વિપુલ જે.પોટા,પ્રમુખ, શ્રી નૃસિંહ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા કલેકટરશ્રીને આવેદન પાઠવી જણાવાયું હતું કે ચૌદમી સદીમાં એક યુગ પુરૂષનું અવતરણ થયું અને તેના કાર્યકાળ, દ્વારા આધ્યાત્મિક, સામાજીક, વૈચારીક ક્રાંન્તી પ્રદાન કરતા કાર્યોને કારણે તે યુગ પુરૂષ આજે છ દાયકા બાદ પણ સમાજમાં વંદનીય બની પરમ ભકત તથા શિરોમણી કવિ તરીકે આદરથી પુજાય છે.
‘‘વૈષ્ણવ જન તો તેને'' પદ દ્વારા જગ વિખ્યાત નરસિંહ મહેતા ભારતીય હોવાનો આપણે ગર્વ લઇ શકીએ.બહુમુખી પ્રતિભા સંપન્ન, સમર્પિત ભકત, પરમ શ્રધ્ધા ધરાવનાર સંસારી, આધ્ય કવિ, શ્રેષ્ઠ સંગીતકાર, વિચક્ષણ તત્વજ્ઞાની, શ્રેષ્ઠતમ સમાજ સુધારક, પર દુઃખ ભંજન આ મહામાનવને કોટી કોટી વંદન.
મહેતાજીના સમયને લક્ષ્યમાં લેતા તેના વિચારો એક સામાજીક ક્રાંન્તી સમાન હતા. તેના દ્વારા રચાયેલાં પદો, ભજનો, જીવન ફિલસુફીની વાતો, જીવન ‘‘સાફલ્ય''ના મંત્રો આજના સાંપ્રત સમયમાં પથદર્શક બની રહ્યા છે. અસ્પળશ્યતા નિવારણ, નાતજાતની વાડાબંધીની અવગણના, લક્ષ્ય માટે સંપૂર્ણ સર્મપણની વિચારધારા ને વચન કર્મની ઉચ્ચતમ શૈલી બતાવતી વાતો, સમાજમાં પ્રસ્થાપિત કરવામાં નરસિંહ મહેતાનો સિંહફાળો છે.
તે આર્ય સંસ્કારના મશાલચી છે. વિતરાગી છે. ‘‘દૃઢ વૈરાગ્ય'' જેના મનમાં છે, એવા જન્મજાત યોગી છે. ચૌદમી સદીમાં જ્યારે હિન્દુત્વ ભયમાં હતું, ત્યારે ભક્તિમય પ્રચાર થી સંસ્કળતીનું રક્ષણ કરવા અમુલ્ય યોગદાન આપેલ છે.
મધ્યકાલિન ભકિત આંદોલનને અકલ્પ્ય ઉંચાઈ હાંસલ કરાવી, સમગ્ર ભારતની આધ્યાત્મીક ચેતના સંપન્ન કરી આદિ શંકરાચાર્યની ભાવનાને મૂર્તિમંત કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ નરસિંહ મહેતાએ કરેલ છે.
મહેતાજી કોઈ જ્ઞાતિ, સમાજ કે રાજયના ન રહેતા જગત વ્યાપી મહામાનવ યુગ પુરૂષ થઇને સમગ્ર જગત માં વંદનીય બની ગયા છે. આજે પણ તેના અનેક કાવ્યો, પદો, પ્રભાતિયાઓ ચારેબાજુ ગુંજી રહ્યા છે. મહાન વિભૂતિને કોટી કોટી વંદન
આમ રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું નામ કવિ નરસિંહ મહેતા જાહેર કરેલા અંતમાં જણાવાયું છે.
(4:20 PM IST)










