<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

જુના રાજકોટમાં વેરા શાખા ત્રાટકીઃ પરાબજાર-લોહાણાપરા સહિત ૧૮ મિલ્‍કતો સીલ

મનપાની મિલ્‍કત વેરા બાકીદારો સામે લાલ આંખ નવા થોરાળા વિસ્‍તારમાં એક નળ કપાતઃ રૂા. ૩૩.૬ર લાખની વસુલાત

રાજકોટ, તા. ૧૩ : વેરા શાખા નાણાકીય વર્ષ-ર૦ર૪-રપનો વેરા લક્ષ્યાંક પુરો કરવા ઉંઘા માથે છે. આજે શહેરના મોચીનગર, કૃષ્‍ણપરા, પરાબજાર, લોહાણાપરા, પેડક રોડ, કીશાનપરા, કડીયા નવી લાઇન, ઢેબર રોડ સહિતના વિસ્‍તારોમાં મિલ્‍કત વેરા બાકીદારો ઉપર ઘોંસ બોલાવી ૧૮ મિલ્‍કતોને સીલ મારી, ૧ નળ કપાત કરી રૂા. ૩૩.૬ર લાખની રિકવરી કરી હતી.

મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત ૧૮-મિલક્‍તોને સીલ મારેલ તથા ૧૬-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૧-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા ૧-નળ કનેક્‍શન કપાત. આજના દિન ની રીકવરી રૂ.૩૩.૬૨ લાખ થવા પામી હતી.

જે અંતર્ગત વોર્ડ નં-૩માં   ક્રુષ્‍ણપરામાં આવેલ શેરી નં-૧માં ૧-યુનિટને સીલ મારેલ. પરા બજારમાં આવેલ સ્‍વામીનારાયણ કોમ્‍પ્‍લેક્ષ ગ્રાઉન્‍ડ ફ્‌લોર શોપ નં-૧૩ ને સીલ મારેલ. પરા બજારમાં આવેલ સ્‍વામીનારાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફ્‌લોર શોપ નં-૩૨૩ ને સીલ મારેલ.પરા બજારમાં આવેલ સ્‍વામીનારાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફ્‌લોર શોપ નં-૩૨૫ ને સીલ મારેલ. પરા બજારમાં આવેલ સ્‍વામીનારાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફ્‌લોર શોપ નં-૩૩૧ ને સીલ મારેલ. પરા બજારમાં આવેલ સ્‍વામીનારાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફ્‌લોર શોપ નં-૩૩૨ ને સીલ મારેલ. પરા બજારમાં આવેલ સ્‍વામીનારાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફ્‌લોર શોપ નં-૩૩૩ ને સીલ મારેલ. પરા બજારમાં આવેલ સ્‍વામીનારાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફ્‌લોર શોપ નં-૩૩૪ ને સીલ મારેલ. લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૨૦૧ ને સીલ મારેલ.   લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૨૦૫ ને સીલ મારેલ.

લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૨૦૩ ને સીલ મારેલ.

લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૨૦૪ ને સીલ મારેલ. લોહાના નગરમાં આવેલ શેરી નં-૧ માં ૧-યુનિટને સીલ મારેલ.

કંસારા બજાર મેઇન રોડ પર આવેલ સદગુરુ કોમ્‍પ્‍લેક્‍સ ફર્સ્‍ટ ફ્‌લોર-૩ ને સીલ મારેલ. કંસારા બજાર મેઇન રોડ પર આવેલ સદગુરુ કોમ્‍પ્‍લેક્‍સ સેકન્‍ડ ફ્‌લોર-૨ ને સીલ મારેલ.

વોર્ડ નં-૧૩માં આનંદ બંગલોઝ ચોકમાં ૧-યુનિટને સીલ મારેલ. વોર્ડ નં-૧૫માં  નવા થરોળા વિસ્‍તારમાં ૧-નળ કનેક્‍શન કપાત કરવામાં આવેલ.

ઉપરાંત વોર્ડ નં. ૧૮માં  ઢેબર રોડ પર આવેલ ૧-યુનિટને સીલ મારેલ. બોલબાલા રોડ પર આવેલ ૧-યુનિટને સીલ મારેલ.

આજ રોજ બપોરે ૧ કલાક સુધી ૧૮-મિલક્‍તોને સીલ મારેલ તથા ૧૬-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૧-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા ૧-નળ કનેક્‍શન કપાત.આજના દિન ની રીકવરી રૂ.૩૩.૬૨ લાખ થયેલ જયારે ૦૧ એપ્રિલ ૨૦૨૪ થી આજ દિન સુધીની રિકવરી રૂ.૩૫૮.૬૨ કરોડ થવા પામી છે.

આ કામગીરી નાયબ કમિ‘ર સી.કે.નંદાણી તથા આસી.કમિ‘ર સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્‍યા ,ભાવેશ પુરોહિત,વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્‍ગુની કલ્‍યાણી ,ઇસ્‍ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.

(3:57 PM IST)