<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

નવનિર્મિત મહાવીર ભવન અને જૈન ર્બોડિંગનો રવિવારે ઉદ્દઘાટન સમારોહ

રાજકોટમાં શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ.ધીરગુરુદેવની શનિવારે ૪૪મી દીક્ષા જયંતિ ત્રિ-દિવસીય આયોજન અંતર્ગત કાલે સમૂહ આયંબીલ તપ, વિના મૂલ્‍યે હાડકા,સ્ત્રીરોગ, આંખની તપાસનો કેમ્‍પ :શનિવારે સંયમ અભિવંદના સમારોહ, ક્ષેત્ર વિશુધ્‍ધી જાપ યોજાશે વર્ષ ૧૯૨૫ની ૧૮ ફેબ્રુઆરીએ રાષ્‍ટ્રપિતા ગાંધીજીના હસ્‍તે વિદ્યાર્થીગૃહ ખુલ્લુ મુકાયેલ : રાજકોટના ઠાકોર સાહેબશ્રી લાખારાજબાપુ પ્રમુખપદે રહેલ :પૂ.શ્રીમદ્‌ રાજચંદ્રજીએ પાવન પધરામણી કરેલ

શહેરના માલવીયા ચોક ખાતે ૧૧૫ વર્ષ જુની જૈન બોર્ડીંગનું નવીનીકરણ પૂર્ણ થયું છે. ત્‍યારે ૮ હજાર વાર જગ્‍યામાં અદ્યતન હોલ સહિતનું બાંધકામ કરવામાં આવ્‍યું છે. જે અંગે ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે પૂ.ધીરજમુનિ મ.સા.એ દ્વારા આયોજન અને નૂતનીકરણ અંગે માહિતિ આપવામાં આવી હતી. ઉપરોક્‍ત તસ્‍વીર પૂ.ધીરગુરૂદેવ તથા ટ્રસ્‍ટીઓ અને જિર્ણોધ્‍ધારમાં સેવા આપનાર લોકો દર્શાય છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૧૩: શહેરની મધ્‍યમાં માલવીયા ચોક ખાતે ૮,૦૦૦ વાર જમીનના પ્‍લોટમાં જ્‍યાં ૬૦-૬૦ જૈનધર્મની દીક્ષાઓ ઉજવાયેલ છે.તે ગ્રાઉન્‍ડમાં ટ્રસ્‍ટીમંડળની શુભભાવનાથી ‘‘પરમાર્થ દ્રષ્ટા પરમ હિતકારી જગમેં સંત''- સૂત્રને ચરિતાર્થ કરનારા દીર્ઘદ્રષ્ટા શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ.શ્રી ધીરગુરુદેવની અસીમ કળપાથી રાજકોટના વતની હાલ કોલકાતા ડો. સી.જે.દેસાઈની સ્‍મળતિમાં ચંદ્રવદનભાઈ દેસાઈ એ અદ્યતન મહાવીર ભવન અને ઈથોપીયાવાળા સુશીલાબેન ઇન્‍દુભાઈ બદાણી એ ૬,૦૦૦ સ્‍કેવર ફીટના મહાવીર હૉલ નામકરણમાં તેમજ ૧૧૫ વર્ષ જૂની જૈન ર્બોડિંગના કાયાકલ્‍પનો પૂર્વ વિદ્યાર્થી અને જૈન અગ્રણી શશીકાંત જી.બદાણી એ માતબર અનુદાન અર્પણ કરી મુખ્‍ય નામકરણનો લાભ લીધેલ છે.

પૂ. ગુરુદેવની નિશ્રામાં જૈન ર્બોડિંગનું ભૂમિપૂજન વિધિઃ તા.૧૩-૦૩-૨૨ ના અને મહાવીર ભવનનું ભૂમિપૂજન વિધિ તા.૧૫-૦૫-૨૨ના કરવામાં આવેલ.બ્રિટીશરાજ અને રાજવીઓના યુગમાં જૈનવિદ્યાર્થીઓ માટે આવાસ - નિવાસ - ભોજનની આગવી સુવિધાના અભાવે ગ્રામ્‍ય વિસ્‍તારના દશાશ્રીમાળી વણિક જૈનોના વિદ્યાર્થીઓ ઉચ્‍ચ અભ્‍યાસથી વંચિતન રહે તેવા શુભાશયથી રાજકોટના જૈનશ્રેષ્ઠી ત્રિભુવન પ્રાગજીઅને દેવજી પ્રાગજી પારેખે સેવાભાવથી સવલત આપવાની કેડી કંડારવાનો નિヘય કરી શહેરની મધ્‍યમાં ૧૧, હજાર વાર જમીન ખરીદ કરી ૧૯૦૮ માં શ્રી દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભવનની સ્‍થાપના કરેલ. પરિસરમાં ત્રિભુવન ભવન, ડો. પ્રાણજીવનદાસ મહેતા અને હેમચંદ ધારશી વિદ્યાર્થી ગળહ એમ ૩ મકાનનું રાજકોટના ઠાકોર સાહેબ શ્રી લાખાજી રાજ બહાદુરના પ્રમુખ પદે રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના વરદ્‌ હસ્‍તે તા.૧૮-૦૨-૧૯૨૫ ના ખુલ્લા મુકવામાં આવેલ. ત્‍યારે શ્રીમદ્‌ રાજચંદ્રજીએ પધરામણી કરી સંકુલને પાવન કરેલઆજ સુધીમાં ૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓએ અભ્‍યાસ કરી શ્રેષ્ઠ કારકિર્દી નું ઘડતર કરી વિવિધ ક્ષેત્રમાં અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.

પુનઃ નવનિર્માણ કાયાકલ્‍પઃ ૧૧૫ વર્ષ વીતી ગયા અને જિર્ણોદ્વારની અતિ આવશ્‍યકતા હોવાથી ભાવી પેઢીના લાભનું વીઝન ધરાવતા પૂ.શ્રી ધીરગુરુદેવને સંવેદના થઈ અને સંસ્‍થાના ટ્રસ્‍ટીઓને માર્ગદર્શન આપ્‍યું કે-જે પૂર્વજો આપી ગયા છે તેને સાચવવાની જવાબદારી નિભાવવી જોઈએ. ર્બોડિંગની સાથે સર્વજન હિતાય, સર્વ જન સુખાય બની રહે તેવા આત્‍યાધુનિક મહાવીર ભવન અને હોલનું નિર્માણ સમાજ માટે ઐતિહાસિક સંભારણું અને આશીર્વાદરૂપ બની રહેશે.જ્‍યાં આપણા વિચારોનો અંત આવે ત્‍યાંથી સંતની વિચારધારાનો પ્રારંભ થાય છે. તે ન્‍યાયે રાજકોટને ૧ મહિનામાં ૩૦ કરોડના બબ્‍બે મહાકાય પ્રોજેક્‍ટ જેમાં વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ (૬૫,૦૦૦ સ્‍ક્‍વેર ફિટ માં) અને જૈન ર્બોડિંગ સંકુલ ૪૦,૦૦૦ સ્‍ક્‍વેર ફીટ માં એમ ૨ સંકુલ પ્રાપ્ત થતાં જૈન સમાજમાં હરખની હેલી છે. આપ્‍યું તેને અર્પણની ઉદાત્ત ભાવના નું શ્રેષ્ઠોત્તમ ઉદાહરણ છે. જે ગુરુદેવના નિઃસ્‍વાર્થ ભાવ અને ઉદારતાનું દર્શન કરાવે છે.

આ નવ્‍ય-ભવ્‍ય-દિવ્‍ય ર્બોડિંગના નિર્માણ માં સર્વશ્રી શશીકાંત જી. બદાણી, માસ્‍વામી પ્રેરિત બીનાબેન અજયભાઈ શેઠ, શેઠ ડી.એલ.ટ્રસ્‍ટ, નરભેરામ પાનાચંદ મહેતા, ભુપતલાલ ટપુલાલ શાહ, વસંતભાઈ ટી.તુરખીયા, પ્રમોદાબેન કે. કોટીચા, કસુંબાબેન કેશવલાલ શેઠ, હાર્દિકાબેન જગદીશભાઈ ભીમાણી, નીલમબેન જયકાંત વાધર, જ્‍યોતિબેન વિનોદભાઈ દોશી, કુ.ધારા જિતેન્‍દ્રભાઈ બેનાણી, વોરા વેલફેર ફાઉન્‍ડેશન, વિમળાબેન ભાઈચંદ દોશી, નિરંજનભાઇ દોશી, વનલીલા મનુભાઈ શાહ વગેરેએ વિવિધ વિભાગમાં તથા રૂમ નામકરણમાં રક્ષા અશ્વિની શાહ, હંસા હેમંતભાઈ ભાયાણી, છગનલાલ શામજી વિરાણી, રંભાબેન ગાઠાણી, ડો.દિનેશ ઉચાટ, કિશોરભાઈ કોરડીયા, કાંતિલાલ સી. દોશી, ચંદ્રિકાબેન પ્રફુલભાઈ જસાણી, ભરત આર. મહેતા, સરલાબેન એચ. કામદાર, છોટુભાઈ મહેતા, જેકુંવરબેન દેસાઈ, માધવીબેન આર.બાવીસી, રતિલાલ રણછોડદાસ વોરા, વિજયાબેન હરિલાલ કામદાર, પ્રાણલાલ મણીલાલ પંચમિયા, ગુણવંત બારવાળીયા, હેમલતા પ્રવિણચંદ્ર શાહ, અનિલભાઈ ધુલિયા, મુકતાગૌરી રમણીકલાલ શાહ, રમાગૌરી નાનાલાલ શાહ, મહેન્‍દ્ર જે. અજમેરા, રતિલાલ દલીચંદ દોશી લાભાર્થી બન્‍યા છે.

મહાવીર ભવન નિર્માણમાં:- ડો.સી.જે. દેસાઈ, સુશીલાબેન ઇન્‍દુભાઇ બદાણી, ઇશ્વરભાઇ કે.દોશી, સુરેશભાઈ વલ્લભજી વોરા, વિલાસગૌરી મણીલાલ દોશી, કૌમુદીબેન ચુનીલાલ દોશી, અંજુબેન કાર્તિકભાઈ દોશી, ચંચળબેન મોહનલાલ શાહ તેમજ પ્‍લેટિનમ, ડાયમંડ,ગોલ્‍ડન,સિલ્‍વર દાતામાં દાતાઓએ

દાનસરિતા વહાવી છે.સંસ્‍કાર-સેવા સંકુલમાં જૈન ર્બોડિંગમાં વિવિધલક્ષી હોલ,ભોજનાલય અને ૨૪ રૂમ, લાયબ્રેરી, તોહમિલનકક્ષ, જિમનેશિયમ વગેરે તથા મહાવીરભવનમાં ૬૦ થી ૧૦૦ ની સાઇઝનો વિશાળ હોલ, સેન્‍ટ્રલી એરકન્‍ડીશન, વિશાળ ર્પાકિંગની સુવિધા, કિચન, વર-કન્‍યાના અલાયદા રૂમ, અતિથિ કક્ષના વાતાનુ કુલીન ૧૦ રૂમ, વગેરે સુવિધા સભર નયનરમ્‍ય બનાવવામાં આવેલ છે.

ટ્રસ્‍ટમંડળમાં સર્વશ્રી મહેન્‍દ્ર એમ.મહેતા, અતુલ પારેખ, વિમલ પારેખ, વિપુલ પંચમીઆ, ભાવિન દોશી, નેમ મહેતા, મુકેશ વોરા, વિરેન્‍દ્ર પારેખ, હેમાંગ મહેતા, સુભાષ બાવીસી, દિપક ભીમાણી, ઈન્‍દુભાઇ બદાણી, મુકેશ કામદાર, અચ્‍યુત જસાણી કાર્યરત છે. તેમજ રજનીભાઇ બાવીસી, જીતુભાઈ બેનાણી, ડો. દર્શિતા શાહ, બકુલેશ રૂપાણી, મયુર શાહ, તારક વોરા, પ્રદીપ દોશી, દિપેન કોઠારી, કેયુર શેઠ, વગેરેની સેવા પ્રશંસનીય છે. આર્કિટેકટ રીખવ સંઘવી, શ્રીમતી હેમલ સંઘવી, સ્‍ટ્રક્‍ચરલ એન્‍જિનિયર મનીષ દોશી, અને બાંધકામમાં વિનસ ગ્રીન કંપની કાર્યરત છે.પૂ.શ્રી ધીરગુરુદેવની ૪૪મી દીક્ષા જયંતિ ઉપલક્ષે વિધાર્થી ભુવન અને શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા તા.૧૪ના સમૂહ આયંબિલ તપ, અભય ભારદ્વાજ હોલમાં અને તા.૧૪ અને ૧૫ના વૈશાલીનગર ખાતે જશ-પ્રેમ-ધીર સંકુલ મેડિકલ સેન્‍ટરમાં હાડકા,ષાીરોગ,આંખની તપાસ માટે વિનામૂલ્‍યે કેમ્‍પનું આયોજન છે. તા.૧૫ના સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ કલાકે હેમુગઢવી હોલમાં યુવાદાતા પ્રણય સી. દેસાઈ અને ધ્રુમન શાહની અધ્‍યક્ષતામાં સંયમ અભિવંદના સમારોહ યોજાશે.ક્ષેત્ર વિશુદ્ધિ જાપઃ તા.૧૫ના બપોરે ૪ થી ૫ કલાકે મહાવીર ભવન, માલવીયા ચોક, પરિસરમાં ક્ષેત્ર વિશુદ્ધિ જાપ રાખેલ છે.ઉદ્ધાટન સમારોહ :- તા.૧૬ ને રવિવારે અબતક પરિવાર પ્રેરિત સવારે નવકારશી બાદ ૯ કલાકે રાષ્‍ટ્રીય શાળાથી વાજતે ગાજતે શોભાયાત્રા અને મહાવીર ભવન ઉદ્દઘાટન સમારોહ અમેરિકાના શ્રી જયંતભાઈ કામદારના પ્રમુખ પદે યોજાશે.આ પ્રસંગે સર્વ શ્રી ચંદ્રવદનભાઈ દેસાઈ, હિરેનભાઈ શાહ, અરવિંદભાઈ ગોડા, મહેન્‍દ્રભાઈ દોશી, અનિલભાઈ ઓમનવાળા, દિનેશભાઈ ગાઠાણી, અભયભાઈ સરવૈયા, માલિનીબેન સંઘવી, પ્રફુલભાઈ મોદી, શરદભાઈ શેઠ, બકુલેશભાઈ વિરાણી, રમેશભાઈ વોરા, દર્શનાબેન દોશી, નિમેષભાઈ કોઠારી, હિમાંશુભાઈ બોટાદરા, અતુલ દોશી, મિતેશ સંઘવી, અનિશ બદાણી, શશીકાંતભાઈ શેઠ, પ્રફુલાબેન કામદાર વગેરે દેશ-વિદેશના મહેમાનો ઉપસ્‍થિત રહેશે.નવ્‍ય આયોજનમાં ૧.૧૧ કરોડમાં અતિથિ હાઉસ, ૫૧ લાખ જિમનેશિયમ, ૨૫ લાખમાં ડાઇનિંગ કક્ષ, ૩૬ લાખમાં નવકાર તકતી, ૩૬ લાખમાં ચતારિ મંગલં તકતી, ૧૫ લાખ લીફ્‌ટ, ૧૫ લાખ કન્‍યા રૂમ, ૧૫ લાખ સોલાર, ૧૧ લાખ ડીલક્ષ રૂમ વગેરે વિભાગમાં દાતાઓને સહભાગી બનવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે વિમલ પારેખ મો.૯૮૨૪૨૬૦૭૬૦ નો સંપર્ક કરવા જણાવ્‍યું છે.(

(3:56 PM IST)