News of Thursday, 13th February 2025
હુડકો ચોકડી પાસેથી રૂા. ર૦ હજારના દેશી દારૂ ભરેલી કાર સાથે એભલ સોલંકી પકડાયો
પીસીબીના હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, કોન્સ વાલજીભાઇ જાડાની બાતમી

રાજકોટ તા. ૧૩ :.. કોઠારીયા મેઇન રોડ હુડકો ચોકડી પાસે પીસીબીએ દરોડો પાડી રૂા. ર૦ હજારના દેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ હુડકો ચોકડી પાસેથી એક કારમાં દેશી દારૂ હોવાની બાતમી પીસીબીના હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા અને કોન્સ. વાલજીભાઇ જાડાને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી જીજે-૩-એન. પી. ૩૧ર૧ નંબરની વેન્યુ કારમાંથી રૂા. ર૦ હજારની કિંમતનો ૧૦૦ લીટર દેશી દારૂ સાથે ચાલક એભલ હિંમતભાઇ સોલંકી (ઉ.૩પ) (રહે. ગોકુલ પાર્ક શેરી નં. ર, કોઠારીયા રોડ), ને પકડી લઇ દેશી દારૂ અને કાર મળી રૂા. ૮,ર૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી પીસીબીના ઇન્ચાર્જ પી. આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એ. એસ. આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ કો. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, કો. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
(3:51 PM IST)










