તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
શાપર-વેરાવળમાં બ્રહ્માકુમારી આશ્રમને બે શખ્સો તાળા મારી હેરાન કરે છેઃ કલેકટરને ચોંકાવનારી ફરિયાદ

રાજકોટ તા. ૧૩: શાપર-વેરાવળ-ગાયત્રીનગરમાં રહેતા બ્રહ્માકુમારી શ્રી હિનાબેન કલેકટરને આવેદનપત્ર પાઠવી અસામાજીક તત્વો આશ્રમમાં તાળા મારી દે છે. તેવી ચોંકાવનારી રજૂઆતો કરી હતી.
આવેદનમાં જણાવેલ કે અમારા આશ્રમને સાથે રહેતા બે શખ્સો અવાર નવાર આશ્રમને કબજો કરેલ હોય અને પ્રયાસો ચાલુ હોય જેથી આપને જાણ કરીએ છીએ કે કબ્જો સામે સાર્વજનીક જગ્યા ઉપર કરેલ હોય, અને એક શખ્સે સર્વોદય સોસાયટીમાં પ૦૦ વારનો કબજો કરેલ હોય તાકિદે યોગ્ય કરવા વિનંતી છે, તેમણે જણાવેલ કે, અમો એ ઘણીવાર અરજીઓ કરેલ છે. જેથી તાત્કાલીક કાર્યવાહી કરવા નમ્ર અપીલ છે. અમોને ધમકીઓ આપે છે. તેવું રૂબરૂ દોડી આવેલ હિનાબેને કલેકટરને રુબરૂ મળી જણાવેલ છે.
(4:10 PM IST)










