તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
મનપાના પદાધિકારીઓની ગાડીના સાયરનનું ભૂત ધણધણ્યું
કમિશનર સહિતની ૧૪ કારમાં સાયરન, સાયરનની સતા હોવાનો તંત્રનો દાવોઃ આરટીઓમાંથી અભિપ્રાય મંગાયો

રાજકોટ તા. ૧૩: શહેરમાં સાયરન વગાડતી ગાડીઓ નિકળે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ત્યારે યુનિવર્સિટીમાં સાયરન પ્રકરણ ગાજતુ થયું છે. અને હવે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની કારમાં લગાવવામાં આવેલ સાયરન કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. છતાં તંત્રએ કોર્પોરેશનની અલગ અલગ વિભાગ અને અધિકારીઓને મળેલ ૧૪ સાયરન વાળી ગાડી પૈકી પદાધિકારીઓની ગાડીઓમાં સાયરનની સત્તા છે તેમ જણાવી આરટીઓમાંથી અભિપ્રાય મગાયો હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.
મનપાના કમિશનર અને ત્રણ ડેપ્યુટી કમિશનર તેમજ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ફાયર ઓફિસરની કારમાં સાયરન ફીટ કરવામાં આવ્યા છે.
નિયમ મુજબ અધિકારીઓને મળેલી સાયરન વાળી ગાડીઓ કાયદેસર હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત હોદાની રૂએ પાંચ પદાધીકારીઓને સાયરનવાળી ગાડીઓ અપાયેલ છે. સુરત, અમદાવાદ, વડોદરામાં વર્ષોથી પદાધીકારીઓને સાયરનવાળી ગાડીઓ અપાતી હોવાનું સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે. ચોકકસ તત્વો દ્વારા રાજકીય હેતુસર આ મુદ્ો ઉછાળવામાં આવ્યાની પણ ભારે ચર્ચા છે.
આ મુદ્દે તંત્ર દ્વારા હાલ પદાધિકારીઓને આ મુજબની સત્તા મળી શકે તેમ જણાવી આરટીઓ પાસેથી વધારાનો અભિપ્રાય માગ્યો છે. જે આવ્યા બાદ પદાધિકારીઓ પૈકી કોને સાયરનનો લાભ મળશે તે જાણવા મળશે
(4:10 PM IST)










