<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

જૈન-જૈનેતર વડીલો માટે રૂા.૬૦માં ટિફિન સેવા

રાષ્‍ટ્રસંત નમ્રમૂનિજી સંચાલિત અપંગ, એકલા રહેતા, જરૂરીયાતમંદ વડીલોને વ્‍યાજબી કિંમતે ટિફિન પહોચાડતું કોઠારી દંપતી

રાજકોટ તા.૧૩: રાજકોટમાં કોઠારી દંપતી વડીલો માટે વિશિષ્‍ટ ટિફિન સેવા ચલાવી રહ્યા  છે.જૈનાચાર્ય પૂ. નમ્રમૂનિ મહારાજ સંચાલિત ટિફિન સેવા રાજકોટમાં ચાલે છે. આ સેવા ચલાવનાર દંપતી ધીમલબેન કોઠારી તથા રાજીવભાઇ કોઠારીએ જણાવ્‍યું હતું, કે અપંગ, શારીરિક રીત અસમક્ષ એકલા રહેતા હોય અને જરૂરીયાતમંદ વડીલોને રૂા.૬૦માં ઘરે બપોરનું ટિફિન પહોચાડવામાં આવે છે.

કોઠારી દંપતીએ જણાવ્‍યું હતું કે આ સેવા શરૂ કરવા અંગે પૂ.વીરમતીબાઇ તથા પૂ. ઇન્‍દુબાઇને વાત કરી હતી. એમણે પૂ.નમ્રમૂનિજી સુધી વાત પહોંચાડી અને સેવા શરૂ થઇ હતી. વડીલો માટે ફૂલ જૈન ભોજન રૂા.૬૦માં તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. સવારે ૧૦.૩૦ વાગ્‍યાથી બપોરે બે વાગ્‍યા સુધીમાં ટિફિન પહોંચી જાય છેટિફિનમાં દાળ-ભાત-શાક- રોટલી- સંભારો વગેરે શુધ્‍ધ  જૈન ભોજન હોય છે. વાર- તહેવારે ફરસાણ-મીઠાઇ પણ હોય છે.કોઇને સાંજનું ભોજન પણ જોઇતું હોય તો બપોરના જ ટિફિનમાં રૂા.૨૦ એકસ્‍ટ્રા લઇને પહોંચાડવામાં આવે છે.હાલ રાજકોટના વિવિધ  વિસ્‍તારોમાં ૭૦ ટિફિન જાય છે. કોઠારી દંપતીની  સેવામાં પુત્ર-પુત્રી ધ્‍યાન અને મીરા પણ સહયોગ આપી રહ્યા છે.

ટિફિન સેવા અંગે વધારે માહિતી માટે મો. ૯૪૨૬૯૮૨૦૮૮/ ૯૩૨૮૦૦૦૦૯૦ નંબર પર સંપર્ક થઇ શકે છે.(૩૮.૧૧)

(4:10 PM IST)