<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

તગડા ભાડા ચૂકવતા મૂસાફરોને સારી સુવિધા આપવામાં એસ.ટી. તંત્ર ફેઇલ

મોટાભાગની બસ ખખડધજઃ ડ્રાઇવર સાઇડના કાચમાં તિરાડોઃ ફરીયાદ બૂક અપાતી નથીઃ એસ.ટી. હિત રક્ષક સમિતિની રજૂઆત

રાજકોટતા.૧૩:  ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ના ગજેન્‍દ્રસિંહ ઝાલા,એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી,પૂર્વ ફોજી નટુભા ઝાલા,પટેલ નાગજીભાઈ વિરાણી, મોરવાડિયા ગોપાલભાઈ, જેન્‍તીભાઈ હિરપરા, સોની દીપકભાઈ રાણપરા, જીગ્નેશભાઈ પાટડીયા ની સંયુક્‍ત યાદીમાં જણાવે છે ગુજરાત એસ.ટી મુસાફર સમિતિના સભ્‍યો દ્વારા એસ.ટી ના નિંભર તંત્ર અને કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા અધિકારીઓને જગાડવાનું અભિયાન હાથ ધરવામાં આવેલ છે.

હાલ સમગ્ર ગુજરાત રાજયમાં ૮૫૫૦ થી વધુ બસો અને રોજિંદા ૨૮ લાખ મુસાફરોની અવરજવર રહેતી હોય છે.મબલક કમાણી મુસાફરોના ખિસ્‍સાખંખેરી થઈ રહી છે. તેમ છતાં મુસાફરોને સારી સુવિધા આપવાને બદલે દૂવિધા ઊભી કરી બેદરકારી અને લાપરવાહી દાખવી મુસાફરો પર મોતની લટકતી તલવાર સમાન એસ.ટીની ભંગાર અને ખખડધજ બસો ચલાવવામાં આવે છે. આ પ્રકારની બસો ગ્રામ્‍ય લેવલે તો ઠીક પરંતુ નેશનલ હાઈવે પર પણ દોડાવવામાં આવી રહી છે. ગઈકાલે મુસાફર હિતરક્ષક સમિતિના સભ્‍યો દ્વારા રાજકોટના એસ.ટી બસ સ્‍ટેશનમાં ઢેબર રોડ ખાતે એસ.ટી બસ પોર્ટ પર જયારે સાઇટ વિઝીટ કરી ત્‍યારે આ પ્રકારની ભંગાર અને ખખડધજ બસનો ભાંડાફોળ થયો હતો. રાજકોટ થી માંડવી જતી બપોરના ૩-૪૫ કલાકે ઉપડતી માંડવી ડેપોની બસ નંબર GJ 18 Z 6615, રાજકોટ થી અમદાવાદ જતી બપોરના ૪ ઉપડતી રાજકોટ ડેપોની બસ નંબર GJ18 Z 7045 અને રાજકોટ થી સોમનાથ ઉના દીવની વોલ્‍વો બસ રાજકોટ ડેપોની બસ નંબર GJ 7 YZ 6433 જે રાજકોટ થી સાંજે ૭:૩૦ કલાકે ઉપડે છે આ તમામ બસોના ડ્રાઇવરની આગળના કાચ અત્‍યંત જર્જરીત અને તિરાડો સાથે તૂટેલા હતા. એર કન્‍ડિશન વોલ્‍વો બસ કે જેનું દિવનુ ભાડું રૂ. ૫૨૦ એ તેમ છતાં એ બસમાં અગણિત તિરાડો હતી.

આ અંગે ત્રણેય બસના આગળના તુટેલા કાચ અંગે મુસાફરોના અને ડ્રાઇવર જાનની સલામતી ન હોય તે પગલે ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ મુસાફરો નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ બ) મુજબ ગજેન્‍દ્રસિંહ ઝાલાએ રાજકોટ ડેપોમાં ફરિયાદ કરી છે. આヘર્યની બાબત એ છે કે તમામ કંડક્‍ટરો પાસે ફરિયાદ બુક હતી નહીં અને વોલ્‍વો ડેપો માં પણ ફરિયાદ બુક ઉપલબ્‍ધ હતી નહીં દરેક મુસાફરોને ઓનલાઈન ફરિયાદ કરતા ફાવતું ન હોય જયારે ડેપોમાં આ સુવિધા ઉપલબ્‍ધ હોવી જોઈએ પરંતુ રાજકોટના વોલ્‍વો ડેપોમાં ફરિયાદ બુક રાખવામાં ન આવતા અને કંડકટરને ફરિયાદ બુક ના આપવામાં આવતા કયા કારણથી ડેપોમાં ફરિયાદ બુક અપાતી નથી જે અંગેની લેખિતમાં સ્‍પષ્ટતા કરવા ફરિયાદ પોથીમાં નોંધ કરવામાં આવી હોવાનું એસ.ટી. હિત રક્ષક સમિતિના આગેવાનોએ યાદીના અંતમાં જણાવ્‍યુ છે.

(4:09 PM IST)