<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી ‘ઇપ્‍સા' યોજીત ‘એક્ષ્પો'ની મુલાકાતે

રાજકોટ : ઈન્‍દુભાઈ પારેખ સ્‍કૂલ ઓફ આર્કિટેકચર ‘ઈપ્‍સા' દ્વારા આર્કિટેક્‍ચર અભ્‍યાસક્રમની તલસ્‍પર્શી માહિતી મળી રહે તે હેતુથી રેસકોર્સ ગ્રાઉન્‍ડ, રાજકોટ ખાતે ‘એજ્‍યુકેશન એક્ષ્પો' યોજવામાં આવેલ હતો. એક્ષ્પોના પાંચ દિવસ દરમિયાન વ્‍યવસાયી વિદ્યા પ્રતિસ્‍થાનના ટ્રસ્‍ટી ડો.નરેન્‍દ્રભાઈ દવેની પ્રેરક ઉપસ્‍થિતિ વચ્‍ચે ‘ઇપ્‍સા'ના સ્‍ટોલની ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી, વિવિધ સ્‍કૂલ તથા કોલેજના સંચાલકો, શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ વિશાળ સંખ્‍યામાં જન સામાન્‍ય મુલાકાત લીધેલ. સ્‍થાપત્‍યકળા અને તે અંગેના શિક્ષણની જાણકારી મેળવવાનો તેમજ વિદ્યાર્થી કળત બિલ્‍ડીંગ મોડેલ્‍સ નિહાળવાનો લ્‍હાવો લીધેલ હતો. પ્રસ્‍તળત આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના ટ્રસ્‍ટીગણ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્‍દ્રભાઈ દવે તેમજ ડો.નવિનભાઈ શેઠનાં વડપણ તથા ઈપ્‍સાનાં નિયામક આર્કિ. કિશોરભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સંસ્‍થાનાં આચાર્યશ્રી ડો.દેવાંગ પારેખ તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારી તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવેલ હતી. (

(3:30 PM IST)