<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

વાળ્‍યા ન વળે તે હાર્યા વળેઃ નવનિયુકત કુલપતિ ઉત્‍પલ જોશીએ ગાડીમાંથી સાઈરન દૂર કરી

વિદ્યાર્થી વિકાસ કે શિક્ષણના ઉત્‍કર્ષને બદલે સીનસપાટા ભારે પડયા

રાજકોટ, તા.૧૩: બી ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીની સી ગ્રેડ તરફની ગતિ છે. રાજ્‍ય સરકારે લાં..બા સમયબાદ કાયમી કુલપતિ તરીકે ડો. ઉત્‍પલ જોશીની પસંદગી કરી છે, પરંતુ નવા કુલપતિ તેના મૂળભૂત કાર્યને બદલે નિયમ કે નિયમ વગરની સુવિધા મેળવવામાં કાર્યરત ડો.ઉત્‍પલ જોશી વિવાદમાં સપડાયા છે. ઈર્મજન્‍સી સેવા માટે અધિકારી કે પદાધિકારી તેની સરકારી ગાડીમાં સાઈરન લગાવતા હોય છે, પરંતુ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના નવનિયુકત કુલપતિ ડો.ઉત્‍પલ જોશી એ આવતાવેંત તેની સરકારી ગાડીમાં સાઈરન લગાવી દીધું. કુલપતિ ડો.ઉત્‍પલ જોશીના સાઈરનના વિવાદમાં પ્રચંડ વિરોધ થતા આખરે ડહાપણની ડાઢ ફૂટી કે ઉપરથી ‘ભારેખમ ઠપકો' આવતા આજે તેની ગાડીમાંથી સાઈરન દૂર કરી દીધું છે. કુલપતિ ડો.ઉત્‍પલ જોશી એ વિદ્યાર્થી વિકાસ કે શિક્ષણના ઉત્‍કર્ષને બદલે સુવિધા મેળવવાનો રસ્‍તો પસંદ કરતા આગામી પ વર્ષ ખૂબ કઠીન ન બની રહે તો નવાઈ નથી.

(3:25 PM IST)