News of Thursday, 13th February 2025
બોગસ દસ્તાવેજ કૌભાંડઃ ૧ર જેટલી નોંધ-હકક ચોકસીના ઠરાવો રિવીઝનમાં લેવા કલેકટરનો આદેશઃ તમામને નોટીસો ફટકારાઇ
૧૭માંથી ૮ દસ્તાવેજો શંકાસ્પદ જણાયાઃ ૧૦ નોંધ અને ર-હકક ચોકસીના ઠરાવો રિવીઝનમાં લેવા નિર્ણય... : નોંધ રિવીઝનમાં લઇ હવે કાયદા મુજબ કેસો ચાલશેઃ સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારના રીપોર્ટ બાદ પ્રભવ જોષીની આકરી કાર્યવાહી

રાજકોટ તા. ૧૩: રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડમાં ૧૭ જેટલા બોગસ દસ્તાવેજ કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કલેકટર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કર્યા બાદ ૮ જેટલા દસ્તાવેજો શંકાસ્પદ જણાતા તેઓને ૧ર નોંધ રિવીઝનમાં નોટિસો ફટકારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ડિસેમ્બર મહિનામાં પોલીસ દ્વારા નોંધણી ભવનમાં દરોડા પાડી હંગામી કર્મચારી જયદીપ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર હર્ષ સોની અને કારકુન મનીષની પણ ધરપકડ કરવામાં આવી હતી આ પ્રકરણમાં મુખ્ય આરોપી કિશન ચાવડા હજુ પણ ફરાર છે. દરમિયાન આ બોગસ દસ્તાવેજ કૌભાંડ અંગે સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર દ્વારા તપાસ હાથ ધરી હતી આઠ જેટલી નોંધો પ્રમાણિત થયા હોવાનું બહાર આવતા આ તમામ નોંધ રિવિઝનમાં લેવા કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
દરમિયાન જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે આઠ જેટલી નોંધ રીવીઝનમાં લઇ જે તે પાર્ટીને નોટીસો ઇસ્યુ કરાઇ છે, કેસ ચલાવી જે તે કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરાશે.
જે નોંધ રીવીઝનમાં લેવાઇ તેમાં (૧) સીટી સર્વે કચેરી રાજકોટ-૧ ના વોર્ડ ટી.પી.૧૬ ના સી.સ.નં.૩૨૦૦૦૪ માં બોગસ દસ્તાવેજ નં.૧૪૬૪, ૧૧૦૫ તથા ૧૯૧૪ આધારે થયેલ હકકચોકસીનો ઠરાવ રીવીઝનમાં લેવામાં આવશે, (૨) સીટી સર્વે કચેરી રાજકોટ-૧ ના વોર્ડ રૈયા ટી.પી.૬ ના સી.સ.નં.૧૪૦ માં બોગસ દસ્તાવેજ નં. ૧૨૨૪ આધારે થયેલ હકકચોકસીનો ઠરાવ રીવીઝનમાં લેવામાં આવશે, (૩) સીટી સર્વે કચેરી રાજકોટ-૧ ના વોર્ડ ૧૬/૨ ના સી.સ.નં.૩૩૨૯/૯/અ માં બોગસ દસ્તાવેજ નં.૧૨૯૪ આધારે દાખલ થયેલ કુલ ૩ નોંધો રીવીઝનમાં રીવીઝનમાં લેવા માં આવશે (૪) સીટી સર્વે કચેરી રાજકોટ-૧ ના વોર્ડ ૧૬/૨ ના સી.સ.નં.૯૩ માં બોગસ દસ્તાવેજ નં. ૧૪૪૨ આધારે દાખલ થયેલ કુલ ૩ નોંધો રીવીઝનમાં રીવીઝનમાં લેવામાં આવશે છે
(૫) સીટી સર્વે કચેરી રાજકોટ-૧ ના વોર્ડ ૧૬/૨ ના સી.સ.નં.૩૭૪૧ માં બોગસ દસ્તાવેજ નં.૧૪૦૨ આધારે દાખલ થયેલ કુલ ૨ નોંધો રીવીઝનમાં લેવા માં આવશે (૬) સીટી સર્વે કચેરી રાજકોટ-૧ ના વોર્ડ રૈયા ટી.પી.૬ના સી.સ.નં.૧૪૦ માં બોગસ દસ્તાવેજ નં.૧૪૦૩ આધારે દાખલ થયેલ કુલ ૨ નોંધો રીવીઝનમાં લેવામાં આવશે છે. (૭.૩૧)
(3:02 PM IST)










