<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

મહિલા સહિત ત્રણના હાર્ટએટેકથી મૃત્‍યુ

કેટરીંગના કામ માટે ગયેલા રૂખડીયાપરાના ઉમાબેન પાર્ટીપ્‍લોટમાં ઢળી પડયાઃ કિશાન પાર્કના વિજયભાઇ અને અક્ષર બંગલોઝના દિનેશભાઇ ઘરે બેભાન થઇ જતાં મૃત્‍યુ

રાજકોટ તા. ૧૩: હાર્ટએટેકથી મૃત્‍યુની વધુ ત્રણ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ લોકોના મૃત્‍યુ થયા છે. રૂખડીયાપરામાં રહેતાં મહિલા કેટરર્સનું કામ કરવા ગયા હતાં ત્‍યાં ઢળી પડયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ પોપટપરા જેલ પાછળ રહેતાં ઉમાબેન જેન્‍તીભાઇ સાવલીયા (ઉ.વ.૫૭) સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ ખાતે કેટરીંગના કામ માટે ગયા હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમના પતિ કલરકામ કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બીજા બનાવમાં મવડી ગામ કિશાન પાર્કમાં રહેતાં વિજયભાઇ ચંદુભાઇ જાદવ (ઉ.વ.૪૦) ઘરે બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તે વાણંદ કામ કરી ગુજરાન ચલાવતાં હતાં અને અપરિણીત હતાં. ત્રીજા બનાવમાં આલાપ ગ્રીન સીટી અક્ષર બંગલોઝમાં રહેતાં દિનેશભાઇ લીલાધરભાઇ રાઠોડ (ઉ.વ.૫૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ થયુ હતું. ત્રણેય બનાવમાં હાર્ટએટેક કારણભુત બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ તાલુકા અને ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(2:49 PM IST)