તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
૧૨-૧૨ વર્ષના બે ટાબરીયાએ એક્ટીવા ચોર્યુ પછી ચાર સવારીમાં ફેરવતા'તા
યુનિવર્સિટી પોલીસ મથકના દિવ્યરાજસિંહ, ગોપાલસિંહની બાતમી પરથી પકડી લેવાયા

રાજકોટ તા. ૧૩: વાહન ચોરીના ગુના અટકાવવા અને બનેલા ગુના ડિટેક્ટ કરવા યુનિવર્સિટી પોલીસની ટીમ કાર્યરત હતી ત્યારે કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા અને ગોપાલસિંહ જાડેજાની બાતમી પરથી રૈયા ગામ સ્મશાન પાસેથી ૧૨-૧૨ વર્ષના બે ટાબરીયાને ચોરાઉ એક્ટીવા સાથે પકડી લેવાયા હતાં.
પોલીસે બંનેને સકંજામાં લઇ વાહનના કાગળો, માલિક અંગે પુછતાછ કરતાં પહેલા તો પોતાનું જ વાહન હોવાનું કહ્યું હતું. વધુ પુછતાછ કરતાં આ વાહનમાં એક ચાવી મળી હોઇ તે લગાડી ચાલુ કરી ચોરી લીધાનું કબુલ્યું હતું. આ બંને ટાબરીયા અને તેના બીજા બે મિત્રો મળી ચારેય જણા આ ચોરાઉ વાહન પર ચાર સવારીમાં બેસીને ફરતાં હતાં. પકડાયેલા સગીરો ચોથા અને આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. ફેરવવા માટે જરૂર હોવાથી વાહન ચોરી લીધાનું રટણ કરતાં તેમના વાલીને બોલાવીને સમજ અપાઇ હતી. વાહન ચોરી કર્યા બાદ નંબર પ્લેટ પણ કાઢી નાખી હતી. ૪૫ હજારનું વાહન કબ્જે કરાયું હતું.
પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએઅસાઇ જગમાલભાઇ ખટાણા, હીનાબેન વણકર, હેડકોન્સ. મહિપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિરદેવસિંહ જાડેજા, વિજુભા જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ અને દિવ્યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. (૧૪.૯)
(2:38 PM IST)










