<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

સરકારે ૧૯૪૮માં ૨૫ પૈસે વાર લાખ આપેલી ૨૭૭૦૦ વાર જમીન પર શાસ્‍ત્રી મહારાજે ગુરૂકુલના બીજ રોપેલ

આજે વિરાટ વિદ્યાધામ અને સંસ્‍કારધામના સ્‍થાપકની પુણ્‍યતિથિએ પ્રભુ સ્‍વામીના પ્રણામ

રાજકોટ તા.૧૩: પથદર્શક અને પથગામી ઘણા હોય છે પણ પથસર્જક થોડા હોય છે. ગુરુદેવ શાષાીજી મહારાજ પથસર્જક હતા. એમણે ગુરુકુલ દ્વારા શિક્ષણનો નવો પથ કંડાર્યો છે. તેઓ કહેતાં કે જે શીખવે એનું નામ શિક્ષણ. અને જે કેળવે એનું નામ કેળવણી.

પહેલાના જમાનામાં શિક્ષણનો હેતુ ‘મેન મેકિંગ'નો હતો. શાષાીજી મહારાજે રહેવા, જમવા અને ભણવા સાથે રોજના એક રૂપિયા જેવા લવાજમમાં હજારો વિદ્યાર્થીઓને વિદ્યા, સદ્વિધા અને બ્રહ્મવિદ્યાના પાઠ ભણાવ્‍યા.  અમરેલી જિલ્લાના  તરવડા ગામે તા.૧૮ જૂન ૧૯૦૧, મંગળવાર, સંવત્‌ ૧૯૫૭ રથયાત્રાનો પવિત્ર દિવસે લાખાણી પરિવારમાં જન્‍મ થયો..  સાત ધોરણ સુધીનું શિક્ષણ તરવડામાં જ લીધું.

સ્‍વામિનારાયણ સંપ્રદાયને નવી દિશા આપવા જેમનો જન્‍મ થયો છે એવા અરજણે ૧૪ વર્ષની વયે વૈરાગ્‍યના વેગે ઘર છોડયું. છ-છ વખત ઘરેથી ભાગી  જૂનાગઢમાં શ્રી બાલમુકુંદદાસજી સ્‍વામી પાસે પાર્ષદની દીક્ષા લીધી. શ્રી બાલમુકુંદદાસજી સ્‍વામીના અક્ષરવાસ બાદ વિદ્વાન, વર્તનશીલ પુરાણી સ્‍વામી શ્રી ગોપીનાથદાસજીના શિષ્‍ય બનીને રહ્યા. તા. ૫, સપ્‍ટેમ્‍બર ૧૯૧૭, સારંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનદાદાની સામીપ્‍યમાં સંત દીક્ષા લીધી, ‘ધર્મજીવનદાસ' નામ રાખ્‍યું.

સાત વર્ષ વરતાલ ધામે સંસ્‍કળત પાઠશાળામાં રામાનુજ વેદાંતનો અભ્‍યાસ કર્યો. એ દરમ્‍યાન રોજ ૪૦-૫૦ કિલો લોટની રોટલી વણતા, રોટલા ઘડતા, સવારમાં વળદ્ધ સંતોને કૂવામાંથી પાણી સીંચીને નવરાવતા, છાણાં થાપતાં, મંદિરમાં ૧૦૮ પ્રદક્ષિણા કરતા. તેમને નિત્‍ય ૪૨ કીર્તન-પદો બોલવાનો નિયમ હતો, રજાના દિવસે સંતો-હરિભકતો માટે બાજુના ગામડાઓમાંથી છાશ માંગી લાવતા.

નર્મદા કિનારે ‘સ્‍વામિનારાયણ' મહામંત્રના સાડા ત્રણ કરોડ જપ કરવા સંકલ્‍પ કર્યો. દસ કરોડ મંત્રજપ કર્યા. બીજા વિશ્વયુધ્‍ધ વખતે ૧૯૪૫માં વિશ્વશાંતિ માટે જૂનાગઢમાં ૨૧ દિવસનો અભૂતપૂર્વ મહોત્‍સવ કર્યો. હિમાલયમાં બદરિનારાયણ, કેદારનાથની ૩૧ દિવસની પદયાત્રા કરી. સને ૧૯૪૮ ઉગતી આઝાદી વખતે તત્‍કાલિત સૌરાષ્‍ટ્ર રાજ્‍યના મુખ્‍ય મંત્રી શ્રી ઢેબરભાઇએ ૦:૨૫ પૈસે વાર લેખે ગોંડલ રોડ ઉપર ૨૭,૭૦૦ વાર જમીન આપી. કવિશ્રી ત્રિભુવનભાઈ વ્‍યાસ સાથે મળી ભાડાના મકાનમાં ૭ વિદ્યાર્થીઓથી શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, રાજકોટનો શુભારંભ કર્યો.

રોજના એક રૂપિયા લવાજમમાં હજારો વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસ કરાવ્‍યો. રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને અમદાવાદમાં ગુરુકુલો સ્‍થાપ્‍યા. આજે અનેક વિદ્યાર્થીઓ તેમજ હરિભકતો પાસે કોઈ ફંડફાળો કર્યા વિના જ પરમ પૂજ્‍ય ગુરૂવર્ય શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામીના રૂડા આશીર્વાદ તથા પૂજ્‍ય મહંત સ્‍વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામીની નિશ્રામાં સુરત, હૈદરાબાદ, નવસારી, મુંબઈ, તરવડા, ભાયાવદર ઉના, કેશોદ, જસદણ, મોરબી, સુરેન્‍દ્રનગર, જામનગર, પાટડી, નિકોલ, શાતિગ્રામ, વડોદરા, હૈદરાબાદ, બેગલોર, વિજયવાડા, વિશાખાપટન, તિરૂપતિ, ચેન્નાઈ , દિલ્‍હી, સોલાપુર, ગુલબર્ગા વગેરે ગુરુકુલોમાં ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સદવિદ્યાના સંસ્‍કારો મેળવે છે. વિદેશમાં અમેરિકા, લંડન, ઓસ્‍ટ્રેલીયા, કેનેડા, લેટિન અમેરિકા - સાન્‍ટા ડોમિંગો વગેરે દેશોમાં ૧૩ ઉપરાંત સંસ્‍કાર કેન્‍દ્રોમાં ભારતીય સંસ્‍કળતિના સંસ્‍કારોનું સીંચન થઈ રહ્યું છે. ગુરુદેવ શાષાીજી મહારાજે મેડિકલ સામાજિક ધાર્મિક સેવા પ્રવળત્તિઓ કરી પોતાની જિંદગીના ૩૧,૬૪૩ દિવસોની એક ક્ષણ પણ વેડફયા વગર સતત સત્‍સંગ અને રાષ્‍ટ્રની સેવા કરતા રહ્યા હતા.

 શાષાીજી મહારાજે ત્રણ દિવસ પહેલા જ શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામીને કહેલું કે મને સ્‍વામિનારાયણ ભગવાન થોડા દિવસમાં અક્ષરધામમાં લઇ જવા  તેડવા પધારશે. ભજન કરજો, સેવા કરજો. એમ કહી ત્રીજા દિવસે જ ૮૬ વર્ષ, ૭ માસ અને ૧૮ દિવસનું પવિત્ર અધ્‍યાત્‍મજીવન જીવી સંવત ૨૦૪૪ના મહા વદી બીજ, તારીખ ૫ ફેબ્રુઆરી, ૧૯૮૮ને શુક્રવારે રાત્રે ૯:૩૫ મિનિટે રાજકોટ ગુરુકુલમાં અક્ષરમુક્‍તો સાથે ભગવાન શ્રી સ્‍વામિનારાયણ વિમાન લઇને તેડવા પધાર્યા અને વિશાળ સંતસમુદાયની હાજરીમાં પ્રભુસ્‍મરણ સાથે અક્ષરધામમાં સિધાવ્‍યા.  જીવનની ક્ષણે ક્ષણ અને ગળહસ્‍થોએ આપેલા દાનના કણે કણનો સદુપયોગ કરી ભગવાનના ધામમાં સીધાવેલા ગુરુદેવ શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીની ૩૭ મી પુણ્‍યતિથિએ કોટી કોટી દંડવત પ્રણામ !.

- સાધુ પ્રભુચરણદાસ
મો.૯૮૭૯૦ ૦૦૨૫૦
વેડ રોડ ગુરૂકુલ, સુરત

(3:31 PM IST)