<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

રૂરલ એસઓજીએ મેટોડા જીઆઇડીસી પાસેથી રાજકોટના જય વાઢેરને પિસ્‍તોલ સાથે ઝડપી લીધો

જય વાઢેરને હથિયાર સાચવવા આપનાર રાજકોટના હિતેષ ધામેલીયાને પણ મેટોડા જીઆઇડીસી પોલીસે દબોચી લીધો

રાજકોટ તા. ૧૩ :.. મેટોડા જીઆઇડીસી પાસેથી રૂરલ એસઓજીએ ગેરકાયદે પિસ્‍તોલ અને કાર્ટીસ સાથે રાજકોટના શખ્‍સને ઝડપી લીધો હતો.

જયારે હથિયાર આપનાર રાજકોટના શખ્‍સને મેટોડા જીઆઇડીસી પાસે દબોચી લીધો હતો.

નગરપાલીકાની ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તેવા આશય થી પોલીસ અધિક્ષક હિમકર સિંહએ રાજકોટ જીલ્લામાં ગે. કા. હથીયાર રાખતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સુચના અન્‍વયે એસઓજી શાખાના પો. ઇ. એફ.એ. પારગી ના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના પો. સબ. ઇ. બી. સી. મિયાત્રા તથા એસઓજી શાખાના સ્‍ટાફ મેટોડા જીઆઇડીસી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્‍યાન એએસઆઇ અમીતભાઇ કનેરીયા તથા પો. હેઙ કો. શિવરાજભાઇ ખાચર નાઓને સંયુકત રીતે  ખાનગી રહે મળેલ. હકિકત આધારે જય ઉર્ફે જયુ સ.ઓ. મુકેશભાઇ વાઢેર રે. રે. ૧પ૦ ફુટ રીંગ રોડ, મોદી સ્‍કુલને સામે સદ્‌્‌ગુરૂપાર્ક બ્‍લોક નં. ૭ કિડવાઇનગર રાજકોટને ગેરકાયદે પિસ્‍તોલ તથા કાટીસ નંગ-૧ સાથે ઝડપી લીધો હતો.

પકડાયેલ જય વાઢેરએ આ હથિયાર રાજકોટ રૈયાધાર રામાપીર ચોકડી પાસે રહેતા હિતેષ ધામેલીયાએ સાચવવા આપ્‍યાની કેફીયત આપતા મેટોડા જીઆઇડીસીના પી. આઇ. શર્મા તથા સ્‍ટાફે હિતેષ ધામેલીયાને દબોચી લઇ પુછતાછ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના એ. એસ. આઇ. અતુલભાઇ ડાભી, અમીતભાઇ કનેરીયા, જયવીરસિંહ રાણા, ઇન્‍દ્રસિંહ જાડેજા, સંજયભાઇ નીરજની, પો. હેડ કો. શીવરાજભાઇ ખાચર, હિતેષભાઇ  અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, પ્રહલાદસિંહ રાઠોડ, પો. કો. વિજયગીરી ગોસ્‍વામી, ચીરાગભાઇ કોઠીવાર, તથા રઘુભાઇ ઘેડ દ્વારા કરવામાં આવેલ છે.

(12:05 PM IST)