તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
લાતી પ્લોટમાં બે બહેનના એકના એક ભાઇ સાગરનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૨: શહેરના મોરબી રોડ લાતી પ્લોટ-૧૧માં રહેતાં સાગર ભરતભાઇ મકવાણા (ઉ.વ.૨૨) નામના યુવાને બપોરે ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
સાગરે બપોરે આ પગલુ ભરી લીધુ હતું. તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યો હતો. તે એક ભાઇ અને બે બહેનમાં નાનો અને અપરિણીત હતો. પિતા સાથે છુટક મજુરી કરી ગુજરાન ચલાવતો હતો. આઘપાતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી. બે બહેનના એકના એક ભાઇએ આ પગલુ ભરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આર્થિક ભીંસ્ કે દેણાને કારણે પગલુ ભર્યાની શક્યતા જણાવાઇ હતી.
(4:26 PM IST)










