તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
ધમસાણીયા અને સદગુરૂ મહિલા હોમસાયન્સ કોલેજ ચાલુ રાખવા એનએસયુઆઇની માંગણી

રાજકોટ તા.૧૨: હાલમાં છેલ્લા ચાર દાયકાથી કાર્યરત એમ. ટી. ધમસાણીયા કોમર્સ કોલેજ તેમજ સદગુરુ મહિલા કોલેજમાં હોમ સાયન્સનો બેચલર ડિગ્રીનો કોર્સ બંધ કરવા માટેની અરજી ઉચ્ચ શિક્ષણ કમિશનર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તેમજ કુલસચિવને કરવામાં આવી છે.
એનએસયુઆઇ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ એક નિવેદનમાં માંગીએ છીએ કે એમ. ટી. ધમસાણીયા કોલેજમાં હાલમાં બી.કોમ. અને બીબીએનો કોર્સ ગ્રાન્ટેડ ધોરણે ચાલે છે તેમજ અહીં ૫૦૦થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ૬ કાયમી પ્રોફેસર છે. અહીં આર્થિક પરિસ્થિતિ નબળી છે તેવા વિધાર્થી તાાતકનો અભ્યાસ કરે છે. જેમની વાર્ષિક રૂપિયા ૩૦૦૦ જેટલી નજીવી ફી લઇ ભણાવવામાં આવે છે. ઉપરાંત સદગુરુ મહિલા કોલેજમાં હોમ સાયન્સમાં ૮૧ વિધાર્થીનીઓ રૂા. ૧૨૦૦ની નજીવી વાર્ષિક ફી થી અભ્યાસ કરી રહી છે. હવે જો આ કોલેજો બંધ કરવામાં આવે તો રાજ્યના ૫૦૦.થી વધુ વિધાર્થીઓનું ભવિષ્ય જોખમાય તેમ છે કારણ કે તેઓ ખાનગી કોલેજ ની ભારે ભરખમ ફી ભરી શકે તેવી તેમની પરિસ્થિતિ નથી, જેના કારણે તેઓને મજબૂરીમાં અભ્યાસ છોડવો પડે છે.
એક તરફ રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે મહત્વ આપી રહી છે ત્યારે બીજી તરફ જો આવી કોલેજો બંધ થતી રહેશે તો ગુજરાતના યુવાનોનું ભવિષ્ય જોખમાય તેમ છે. માંગણી છે કે એમ. ટી. ધમસાણીયા તેમજ સદગુરુ મહિલા કોલેજ ચાલુ રાખવામાં આવે.
(4:12 PM IST)










