News of Wednesday, 12th February 2025
રેલનગરના રિક્ષાચાલક નિતીને શારદાબાગ પાસે ઝેરી દવા ગટગટાવી બહેનને ફોન કર્યો
પત્નિ બે વર્ષથી રિસામણે છેઃ યુવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૨: રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતાં નિતીનભાઇ તુલસીભાઇ પરમાર (ઉ.વ.૩૦) નામના યુવાને સાંજે શારદાબાગ નજીક ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
સાંજે સાડા છએક વાગ્યે નિતીનભાઇએ આ પગલુ ભરી લીધા બાદ પોતાના બહેનને પોતે દવા પી ગયો છે તેવી જાણ કરતાં બહેન સહિતનાએ પહોંચી તેને તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. નિતીનભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સગાના કહેવા મુજબ તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. બે વર્ષથી તેની પત્નિ મોરબી રિસામણે છે. નિતીનભાઇ બેભાન હોઇ તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે જાણી શકાયું નથી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ પ્ર.નગર પોલીસમાં નોંધ કરાવી હતી.
(3:44 PM IST)










