તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
સ્વામી'સ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સમાંથી ૧ર કિલો, અંશ દોશી ફાસ્ટફુડમાંથી પ કિલો અખાદ્ય જથ્થો પકડાયોઃ નાશ
સાધુ વાસવાણી રોડ ખાતેથી દહીં, નુડલ્સ-ચટણી વગેરે તથા યુનિ. રોડ ઉપરથી બ્રેડ તથા સોસનો નાશઃ ૧૬ ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચનાઃ ફુડ શાખાની ધોંસ

રાજકોટ, તા., ૧૨ : શહેરીજનોના જન આરોગ્ય હિતાર્થે મ્યુનિ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં ખાદ્ય પદાર્થોના ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે. ત્યારે યુનિવર્સિટી રોડ ઉપર અંશ દેશી ફાસ્ટ ફુડમાંથી અખાદ્ય પ૮ કિલો અને સાધુ વાસવાણી રોડ ઉપર સ્વામી રેસ્ટોરન્ટમાંથી ૧૬ કિલો વાસી ચીજવસ્તુ ઝડપાતા તેનો નાશ કર્યો હતો. બાલાજી થાળને હાઇઝેનીક બાબતે નોટીસ આપવામાં આવી છે. તેમજ પુનીતનગરના ૧૬ ધંધાર્થીને લાઇસન્સની નોટીસ પાઠવવામાં આવી છે. આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત આ મુજબ છે.
૧૬ કિલો અખાદ્ય ચીજોનો નાશ
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ૪-નિલકમલ પાર્ક, સનસીટીની સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામે આવેલ ૅસ્વામીઁસ રેસ્ટોરેન્ટ એન્ડ કેટરર્સૅ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ૦૮ કિ.ગ્રા. દહીં તથા ૦૪ કિ.ગ્રા. નુડલ્સ, ચટણી વગેરે પ્રિપેર્ડ ફૂડ મળીને કુલ ૧૨ કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ ૅમૈસૂર ઢોસાનો મસાલો (પ્રિપેર્ડ-લુઝ)ૅ નમૂનો લેવામાં આવેલ.
મહાજનવાડી બિલ્ડીંગ, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે આવેલ ૅઅંશ દોશી ફાસ્ટફૂડૅ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી બ્રેડ તથા એક્સપાયરી થયેલ સોસ વગેરે મળીને કુલ ૦૫ કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે નોટીસ આપવામાં આવેલ. આ ઉપરાંત વેસ્ટ ગેટ, 1st ફ્લોર, રૈયા ચોક, રાજકોટ મુકામે આવેલ ૅબાલાજી થાળૅ પેઢીની તપાસ કરતા હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
૧૬ ધંધાર્થીને નોટીસ
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના પેડક રોડ થી પુનિતનગર- વાવડી, ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવતા સ્વાદિષ્ટ દાળ-પકવાન -(૦૨)રામ ડેરી ફાર્મ -(૦૩)વિસોતમા સોડા શોપ -(૦૪)બજરંગ કોલ્ડ્રિંક્સ - (૦૫)રાધેક્રિષ્ના ચાઇનીઝ પંજાબી -(૦૬)જે ભગવાન ભૂંગરા બટેટા -(૦૭)જય માતાજી છોલે ભટુરે -(૦૮)શ્રીજી એજન્સી -(૦૯)રૂપલ ફરસાણ -(૧૦)શ્રી દેવ પાણીપુરી (૧૧)ભાગ્યલક્ષ્મી ફરસાણ -(૧૨)શ્રી રાધે પાઉંભાજી ્રૂ ફાસ્ટફૂડ -(૧૩)બાલાજી ફૂડ ઝોન -(૧૪)નિમ્બુ સોડા શોપ -(૧૫)મધુરમ પ્રોવિઝન સ્ટોર -(૧૬)મહાકાળી પાણીપુરી --લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
(3:44 PM IST)










