તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
ગંજીવાડામાં પાનની દૂકાને ઉભેલા લલીત રાઠોડ પર કાળુનો છરીથી હુમલો
કારણવગર ગાળો દઇ ઘા ઝીંકી દીધાઃ યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૨: ભાવનગર રોડ પર ગંજીવાડા મેઇન રોડ મનિષ પાન સામે રહેતાં લલીત હરિભાઇ રાઠોડ (ઉ.વ.૨૫) નામના યુવાનને રાતે ઘર પાસે હતો ત્યારે અજય ઉર્ફ કાળુ બથવારે છરીથી હુમલો કરી હાથ, છાતી, પેટમાં ઘા ઝીંકી દેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.
લલીત રાઠોડ ત્રણ ભાઇમાં નાનો અને કુંવારો છે. તે લિક્વીડ ફિનાઇલની ફેરી કરી ગુજરાન ચલાવે છે. લલીતે કહ્યું હતું કે હું રાતે નવેક વાગ્યે જમીને ઘર નજીક મનિષ પાન પાસે બેઠો હતો ત્યારે કાળુ ઉર્ફ અજય આવ્યો હતો અને કારણવગર ગાળો બોલવા માંડી સીધો જ છરીથી હુમલો કરી દીધી હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મૈન્દ્રભાઇએ થોરાળા પોલીસને જાણ કરી હતી.
(3:42 PM IST)










