તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
આરએએફ જવાનો સાથે તાલુકા પોલીસનું સંવદેશનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ
પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ શેખ, કમાન્ડન્ટ રતુલદાસ, કૃષ્ણાકુમારી સહિતની ટીમે લોકોને સમજ પણ આપી

રાજકોટઃ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ફેમિલીરાઇઝેશન અંગેનો કાર્યક્રમ તાલુકા પોલીસની ટીમે રેપીડ એક્શન ફોર્સને સાથે રાખીનેયોજ્યો હતો. તે અંતર્ગત ૧૦૦ બટાલીયન આરએએફ અમદાવાદ ટીમના કમાન્ડન્ટ રતુલદાસ, આસી. કમાન્ડન્ટ કૃષ્ણાકુમારી સહિતની ટીમને સાથે રાખી તાલુકા પોલીસે અલગ અલગ વિસ્તાર જેમ કે રસુલપરા, મહમદીબાગ, કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ કર્યુ હતું. વિસ્તારની ભોૈગોલિક પરિસ્થિતિથી જવાનો પરિચીત થયા હતાં અને લોકોને કાનુન વ્યવસ્થાની માહિતી પણ આપી હતી. આરએએફ ટીમ સાથે ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચનાથી પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ એમ. આઇ. શેખ સહિતના જોડાયા હતાં.
(3:41 PM IST)










