<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

નકલી પોલીસ બની તોડ કરનારા અને મારામારીમાં સામેલ મિહીર પાસામાં

પીસીબીએ વોરન્‍ટ બજવણી કરી પોપટપરાના શખ્‍સને સુરત જેલમાં ધકેલી દેવાયોઃ રાજકોટ, ગોંડલના ગુનાઓમાં ધરપકડ થઇ હતી

રાજકોટ તા. ૧૨: શહેર પોલીસ કમિશનરે વધુ એક શખ્‍સને પાસા તળે જેલમાં ધકેલી દીધો છે. પોલીસની ઓળખ આપી બળજબરીથી પૈસા પડાવવા અને મારામારીના ગુનામાં સામેલ મિહીર ભાનુભાઇ કુગશીયા (ઉ.વ.૨૦-રહે. પોપટપરા-૫, રામજી મંદિર પાસે)ને સુરત જેલ ખાતે પાસા તળે ધકેલી દેવાયો છે.

પોલીસની ઓળખ આપી રાજકોટ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં બળજબરીથી પૈસા પડાવવા તેમજ મારામારીના ગુનામાં સામેલ મિહીરને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચે તૈયાર કરી હતી. જે પોલીસ કમિશનરે મંજુર કરી હતી. મિહિર વિરૂધ્‍ધ રાજકોટ એ-ડિવીઝન, બી-ડિવીઝ અને ગોંડલ સીટીમાં ગુના દાખલ થયા હતાં.

વોરન્‍ટ બજવણીની કામગીરી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયા સહિતની ટીમે કરી હતી.

(4:26 PM IST)