<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

જામનગરરોડ વિસ્‍તારની ૧૬ વર્ષની સગીરા લાપતા

માતા નોકરી પરથી ઘરે આવતા દીકરી જોવા ન મળતા પોલીસમા ંજાણકરીઃ અપહરણનો ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૨: જામનગર રોડ વિસ્‍તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા પ્રધ્‍ધુમનગર પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ વિસ્‍તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા ગત તા. ૮ ના રોજ પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા સગીરાની માતાએ પ્રધ્‍યુમનનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણની કલમ હેઠળ ગુનોદાખલ કરી પી.એસ.આઇઁ. જે.બી. રાણીંગા સહિતે તપાસ હાથધરી છે.

(4:18 PM IST)