તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
ગજજર બીટસ - એક આવાઝ દિલ સેઃઇવનીંગ પોસ્ટ ખાતે આજે સાંજે ગીત સંગીતનો કાર્યક્રમ
ચાર ગાયકો અને એન્કર જમાવટ કરશેઃસંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ ગજજર-બીટસ દ્વારા ‘એક આવાઝ દિલ સે' શિર્ષક હેઠળ આજે સાંજે પઃ૩૦ થી ૯ સુધી ઇવનીંગ પોસ્ટ (જયુબેલી ગાર્ડન સામે) એક કરાઓકે સંગીત, જુના ગીતોનો કાર્યક્રમ યોજાશે.
જેમાં મહમદ રફીના લાજવાબ અવાજમાં હરેશ ગજજર પોતાના મધુર કંઠથી ૩૦ ગીતોની જુના ફીલ્મોની સ્ક્રીપ્ટ રજુ કરશે.
સાથે ડયુએટમાં રૂશીતા પટેલ, અલ્કાબેન સંઘવી તેમજ શીલ્પાબેન પટેલ તેમજ એન્કર તરીકે પ્રભુદાસ રાજાણી સેવા આપશે. સંગીત પ્રેમીઓને આમંત્રણ અપાયું છે.
(4:27 PM IST)










