<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

વીરડા વાજડીમાં હીનાબેન સોલંકીનો આપઘાત

પરિવારજનો ઘરે આવતા પરિણીતાને લટકતી હાલતમાંજોઇ દેકારો મચાવ્‍યો કારણ અકળ

રાજકોટ તા. ૧૨: વીરડા વાજડી ગામમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો  ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગયો છે. મળતી વિગત મુજબ વીરડા વાજડી ગામમાં રહેતી હીના ભીખાભાઇ સોલંકી (ઉ.વ. ૨૫) એ ગઇકાલે પોતાના ઘરે ગળા ફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘરે આવતા હીનાને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળપર પહોંચી તપાસ કરતા પરિણીતાનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસના જયશ્રીબેન સહિતે સ્‍થળપર પહોંચી તપાસ હાથ ધરી છે.

બીમારીથી કંટાળી વૃધ્‍ધાનો આપઘાત

યુનિવર્સિટી રોડ પર વૃજવાટીકા એપાર્ટમેન્‍ટમાં રહેતા ગીતાબેન દિપકભાઇ ચાંગેલા (ઉ.વ. ૬૨) એ માનસિક બીમારીથી કંટાળી ઝેરી પાઉડર પી લેતા તેને સારવારમાટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. મૃતક ગીતાબેનને સંતાનમાં  બેપુત્ર છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે તપાસ હાથધરી છે.

(3:36 PM IST)