તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
૧૪ મીએ માતા-પિતા પુજન કાર્યક્રમઃ આશારામજી પબ્લીક સ્કૂલનો વાર્ષિકોત્સવઃ જાહેર આમંત્રણ
બાળકો-યુવાનોમાં પોતાના પરિવાર, માતા-પિતા, વડીલો પ્રત્યે આદરભાવ જાગૃત થાય તે માટે પુજાસામગ્રી નિઃશુલ્ક અપાશે, વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાશે

રાજકોટઃ આજના મોબાઇલ અને કોમ્પ્યુટર યુગમાં વ્યકિત એકાકી બનતા, પોતાના પરિવારથી દૂર થતો જાય છે અને સમાજમાંથી ‘માતુદેવો ભવ-પિતૃદેવો ભવ' જેવા દિવ્ય સંસ્કારોનો લોપ થતો જાય છે ત્યારે આજના બાળકો અને યુવાનોમાં પોતાના પરિવાર અને માતા-પિતા તેમજ વડીલો પ્રત્યે પુનઃઆદરભાવ જાગૃત થાય તે માટે સંત શ્રી આશારામજી બાપુ પ્રેરિત માતા-પિતા પૂજન કાર્યક્રમનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે.
સંત શ્રી આશારામજી આશ્રમ, ન્યારી ડેમ પાસે, રાજકોટ ખાતે આગામી તા. ૧૪ મી ફેબ્રુઆરી, શુક્રવારના રોજ સાંજે પ થી ૮ કલાકદરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક ધર્મના યુવાનો અને વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા પોતપોતાના માતા-પિતાનું શાષાોકત વિધિપૂર્વકપૂજન કરવામાં આવશે. આ પૂજનવિધી માટેની તમામ પૂજાસામગ્રી આયોજકો તરફથી નિઃશુલ્ક ધોરણે પૂરી પાડવામાં આવશે. પૂજન કાર્યક્રમ બાદ સંત શ્રી આશારામજી પબ્લિક સ્કૂલનો વાર્ષિકોત્સવ-ર૦રપ ઉજવવામાં આવશે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર-સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.
આ તકે મહેમાનોના હસ્તે શાળાના પ્રતિભાશાળી તેમજ વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવશે. આયોજનને સફળ બનાવવા માટે પરમેશ્વરભાઇ, લાલાભાઇ, દિનેશભાઇ, અક્ષયભાઇ અને શાળાના સંચાલન મંડળના રમેશ શિંગાળા, તુલજાશંકર શ્રીમાળી,નરેન્દ્ર વાઘેલા, આર.કે. બાબરિયા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. ભાવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિમાં વર્ણિત માતા-પિતાનું મહત્વ અને તેમના પ્રત્યે આદાર રાખવા અંગેના સંસ્કાર દ્રઢ થાય તે માટે યોજાનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જાહેર જનતાને સંતશ્રી આશારામજી પબ્લિક સ્કુલ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવેલ છે. (તસ્વીર અશોક બગથરીયા)
(3:34 PM IST)










