તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
રાજકોટથી સિદસર સાયકલ યાત્રા સંપન્ન
ઠેર-ઠેર સાયકલયાત્રીઓનું સ્વાગતઃ ઉમીયા મંદિર પરીસરમાં સાયકલવીરોનું સન્માન

રાજકોટઃ શ્રી ઉમિયાધામ સાયકલ ગળપ દ્વારા તાજેતરમાં રાજકોટથી સીદસર સાયકલયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. ઉમાભવન ખાતે બી.એસ. કૈલા, જયેશભાઈ ઘરસંડીયા તથા અશોકભાઈ દલસાણીયા વગેરેએ ફલેગ લહેરાવી સાયકલયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું. ં પ્રથમ સ્ટોપ નિકાવા રાધે હોટલ, બીજો સ્ટોપ સાજડીયાળી પટેલ સમાજ, ત્રીજો સ્ટોપ મોટી પાનેલી પટેલ સમાજ થઈ ઉમિયાધામ મંદિર સીદસર પહોચ્યા હતા. પપથી વધુ ભાઈઓ બહેનો જોડાયા હતા.યાત્રાનો રૂટ કાલાવડ રોડથી નીકાવા થઇ વાયા ભાયાવદરથી સીદસરનો રહ્યો હતો. રૂટ ઉપર ચા, ઠંડા-પીણા, નાસ્તાની સુંદર વ્યવસ્થા રાખેલ હતી. મેડીકલ ટીમ સજજ હતી. ઠેરઠેર સાયકલયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧૧૦ કીલોમીટરની આ સાયકલયાત્રા પૂર્ણ કર્યા બાદ યાત્રાધામ સીદસર ખાતે શ્રી ઉમીયા માતાજી પરીસરમાં સાયકલયાત્રીઓને મેડલ પહેરાવી સન્માનીત કરવામાં આવ્યા હતા.કમીટી મેમ્બર કિશોરભાઈ વિરમગામા, મયુરભાઈ વામજા, અમીતભાઈ ટાંક, રાજુભાઈ જુંજા, અમીતભાઈ ભાલોડીયા, નીલ પટેલ, પાર્થ મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હોવાનું સંસ્થાએ જણાવ્યું છે.
(3:31 PM IST)










