News of Wednesday, 12th February 2025
શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઇ પરમારના ભત્રીજાના શુભલગ્ન : ચિ.તુષાર અને ચિ.ગાયત્રી પર શુભેચ્છાવર્ષા

રાજકોટ : રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઇ પરમારના આંગણે તેમના ભાઇશ્રી ધનજીભાઇ પરમારના સુપુત્ર ચિ.તુષાર સંગ ચિ. ગાયત્રીના શુભલગ્નનો અવસર આવતા શરણાઇઓ ગુંજી ઉઠી હતી. આ શુભપ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ ડે. મેયર વલ્લભભાઇ દુધાત્રા, સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ સહીતના આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતિને મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે શહેરના કોર્પોરેટરો, શહેર ભાજપના પદાધિકારીઓ, શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડ પ્રમુખો, મહામંત્રી, પ્રભારી, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને જિલ્લા ભાજપ હોદેદારો, શહેર ભાજપના મોરચા-સેલના તમામ હોદેદારો વિવિધ શ્રેણીના કાર્યકરો તેમજ કોળી સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. ભત્રીજા ચિ. તુષાર સંગ ચિ. ગાયત્રીના શુભ પરિણય પ્રસંગે ઉપસ્થિત રહેલ તમામ મહેમાનોનો શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઇ પરમારે આભાર વ્યકત કરેલ. (૧૬.૪)
(2:51 PM IST)










