<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

આગામી રપ મે રાજકોટમાં UPSC પરીક્ષા IAS-IPS-IRS બનવા માંગતા ઉમેદવારો પ્રિલિમનરી પરીક્ષા આપશે...

૧૩મીએ રાજકોટ આવતા UPSCના ચેરમેન મેડમ પ્રિતીસુદાનઃ નાઇટ હોલ્‍ટ બાદ દ્વારકા જશે...

રાજકોટ તા. ૧રઃ સતત ૧રમા વર્ષે  UPSC પરીક્ષાનું રાજકોટને કેન્‍દ્ર ફાળવાયું છે, પરીક્ષા અંગે કલેકટર પોતે ખાસ સૂકાન સંભાળશે, રાજકોટમાં કેટલા કેન્‍દ્રો, કેટલા ઉમેદવારો પરીક્ષા આપશે તે એપ્રીલમાં ફાઇનલ થશે.

કેન્‍દ્ર સરકારની અત્‍યંત મહત્‍વની એવી IAS, IPS, IRS બનવા માંગતા ઉમેદવારો માટે લેવાની પહેલી પ્રિલિમનરી પરીક્ષા રાજકોટમાં તા. રપ મેના રોજ લેવાશે, આ માટે કલેકટર કચેરી ખાતે ખાસ કન્‍ટ્રોલરૂમ રહેશે, પેપરો માટે સ્‍ટ્રોંગ રૂમ રહેશે અને રાઉન્‍ડ ધ કલોક પોલીસ બંદોબસ્‍ત ગોઠવાશે.

દરમિયાન મળતી વિગતો મુજબ આગામી તા. ૧૩મીએ UPSC  ના ચેરમેન મેડમ પ્રિતી સુદાન રાજકોટ આવી રહ્યા છે, તેઓ સાંજની ફલાઇટમાં આવી રાત્રી રોકાણ સરકીટ હાઉસ ખાતે કરશે, અને બીજે દિવસે દ્વારકા જશે, પ્રોટોકોલ અંગે કલેકટર તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. (૭.૩૦)

(4:26 PM IST)