<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

કાળીપાટમાં આર્થીક ભીંસથી કંટાળી શૈલેષભાઇનો ફાંસો ખાઇ આપઘાત

પુત્ર સ્‍કુલેથી ઘરે આવતા પિતાને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવ્‍યો

રાજકોટ, તા. ૮: ત્રંબા નજીક કાળીપાટ ગામમાં રહેતા યુવાને આર્થીક ભીંસથી  કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ કાળીપાટ ગામમાં રહેતા શૈલેષભાઇ બાબુભાઇ મકવાણા (ઉ.વ. ૩પ) એ ગઇકાલે કારખાનેથી ઘરે આવ્‍યા બાદ ગળા ફાંસો ખાઇ લીધો હતો. પુત્ર શાળાએથી ઘરે આવતા પિતાને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળપર પહોંચી ઇ.એમ.ટી. ભાગ્‍વાન પંચાલે તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના એ.આર. રાઠોડ સહિતના સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક શૈલેષભાઇ કારખાનામાં કામ કરતા હતા. પત્‍ની નાનો પુત્ર સાથે માવતરે પ્રસંગમાં ગયા હતા અને મોટો પુત્ર શાળાએ ગયો હતો ત્‍યારે તેણે આ પગલુ ભર્યુ હતું. તેણે આર્થીક ભીંસથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્‍યુ છે. બે પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(3:18 PM IST)