News of Saturday, 8th February 2025
સોમવારથી શ્રી વિરાટ લક્ષ્મી-નૃસિંહ મહાયજ્ઞ : કાલે શોભાયાત્રા
શાષાી મેદાન ખાતે ૧૦૦ કુંડ બનાવાયા, વિવિધ મનોરથ દર્શન માટે ત્રણ વિશાળ ડોમનું નિર્માણ : લક્ષ્મીવાડી શ્રી મદનમોહનજીની હવેલીથી ૨૫૨ કળશધારી બહેનો, નાસીક ઢોલ મંડળના ૬૫ કલાકારોની ટીમ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થઇ શાષાીમેદાન ખાતે પહોંચશે : બે સત્રમાં યજ્ઞ, ફૂલફાગ મનોરથ દર્શન, શેખર ગઢવી અને આદીત્ય ગઢવી દ્વારા કસુંબલ

રાજકોટ : તા.૧૦ ફેબ્રુઆરી (સોમ થી બુધ) સુધી યોજનાર શ્રીવિરાટ લક્ષ્મીનૃસિંહ મહાયજ્ઞ મહોત્સવની ચાલી રહેલ તાડમાર તૈયારી વિશાળ યજ્ઞશાળામાં ૧૦૦ કુંડી - વેદો તૈયાર થઇ ગઇ. વલ્લભકુંલના આચાર્યો ગોસ્વામી બાલકો માટે સ્ટેજ સાથેનો ડોમ- વિશિષ્ટ મહાનુભાવો મનોરથીઓ માટે સ્ટેજ સાથેનો ડોમ - તથા વિવિધ મનોરથ દર્શન માટેનો ડોમ એમ ત્રણ વિશાળ ડોમનું કાર્ય પુર્ણ થયું. વૈષ્ણવ મંડાણ (ભોજનગૃહ) નું કામકાજ પણ જોશમાં ચાલી રહ્યું છે. કાર્યાલય માર્ગીય વસ્તુઓના સ્ટોલ - મહારાજશ્રી માટે વિશ્રાંતગૃહ - જલ સેવા ગૃહ, બુટ-ચંપલ સ્ટેન્ડ ગૃહ, દર્શનાર્થી વિભાગ પીરક્રમા માર્ગ, વગેરે માટે મંડપ સમિયાણા બંધાઇ રહ્યાં છે.
સપ્તમ પીડાધીશ્વર પૂ.પા.ગો.શ્રી વ્રજેશકુમારજી મહારાજની અધ્યક્ષતામાં રાજકોટમાં યોજનાર આ વિરાટ લક્ષ્મીનૃસિંહ મહાયજ્ઞ માટે શાષાીમેદાન ખાતે શ્રી દ્વારકેશ ગ્રુપના શ્રી મનસુખભાઇ સાવલીયાના માર્ગદર્શન હેઠળ આયોજન સમિતિના પ્રમુખ તેમજ દ્વારકેશ ગ્રુપના જીતુભાઇ સાવલીયાના સહ સેવાભાવી ભાઇ નો દિવસ રાત અવરિત ટૂંકા સમયમાં ૧૦૦ કૂંડ તેની ઉપર ગોળ માટીનું લીપણ- કલર સજાવટ - યજ્ઞશાળાને ગોળ માટીથી લીંપણ કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.
વિરાટ લક્ષ્મીનૃસિંહ મહાયજ્ઞ મહોત્સવની શોભાયાત્રા તા.૯ ને રવિવારે સાંજે ૫ કલાકે શ્રી મદનમોહનજીની હવેલી લક્ષ્મીવાડી રોડ થી હજારો વૈષ્ણવો ૨૫૨ કળશધારી બહેનો , મહારાષ્ટ્રની પ્રખ્યાત નાસીક ઢોલ મંડળના ૬૫ કલાકારોની ટીમે - કેશીયોપાર્ટી - સાફાધારી વૈષ્ણવો - કિર્તનમંડળી - રાસમંડળી - સ્કૂટર સવારો - શણગારેલ બગીઓ સાથે વાજતે ગાજતે નીકળી યજ્ઞસ્થળ - શ્રનૃસિંહયજ્ઞોત્સવ રાષાીમેદાન ખાતે પહોંચશે. રસ્તામાં ઠેર ઠેર પુષ્પવૃષ્ઠિ થશે. ઠેર ઠેર ઠંડા પાણી સરબત દ્વારા સ્વાગત કરવામાં આવશે. સાથે યજ્ઞસ્થળે શ્રીનૃસિંહજીના સ્વરૂપનું સ્થાપન થશે.
તા.૧૦ને સોમવારે યજ્ઞ પ્રારંભ થશે. સવારે ૧૦ થી ૧૧ તથા બપોરના ૨ થી ૫ એ બે સત્ર થશે. સાંજે ૭ પછી ફૂલફાગ મનોરથના દર્શન થશે.
તા.૧૧ને મંગળવારે સવાર બપોર બે સત્ર યજ્ઞ થશે તથા સાંજે ૯ વાગ્યે વિવાહ ખેલ મનોરથ દર્શન થશે.
તા.૧૨ને બુધવારે સવાર બપોર રાબેતા મુજબ યજ્ઞ થશે ત્યારબાદ સાંજે શયન સમયે મનોરથ દશન થશે.
૧૨ તારીખ સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ થશે. તા.૧૩ને ગુરૂવારે રાત્રે ૯ વાગ્યગે પ્રખ્યાત કલાકાર શેખર ગઢવી, આદિત્ય ગઢવી દ્વારા ‘કસુંબલ ડાયરો' યોજાશે.
શ્રી વિરાટ લક્ષ્મી નૃસિંહ મહાયજ્ઞ શાળામાં પરિક્રમાંનું ખુબજ મહત્વ છે. પરિક્રમા માર્ગ અવરિત ખૂલ્લો રહેશે.
યજ્ઞના દર્શન માટે આવતા વૈષ્ણવો માટે દર્શન વ્યવસ્થા રાખેલ છે.
શોભાયાત્રામાં જોડાનાર કળશધારી બહેનોને કળશ તથા ઇઢોણી શ્રીફળ - શ્રી અતુલભાઇ વેડાવા ‘આસોપાલવ'-૭ લક્ષ્મીવાડી એ બપોરના ૩:૩૦ કલાકે પહોંચી જવા યાદીમાં જણાવાયું છે.
યજ્ઞમાં બેસવા માટે ભાઇઓએ પીળા અથવા કેસરી રંગના ધોતી બંડી ફરજીયાત પહેરવાના રહેશે. બહેનોએ પીળી અથવા કેસરી સાડી અથવા ચણીયા ચોળી પહેરવાની રહેશે. મૂખ્ય મનોરથી જયેશભાઇ રાદડીયા ધારાસભ્ય દિવ્યેશભાઇ સાવલિયા(ઓનિક્સ સોલાર) જીતેન્દ્રાઇ સાવલિયા (વ્રજ ઇન્ફા.) શ્રીમતી હર્ષાબેન ભૂપતાણી સોની પ્રભુદાસ હીરાલાલ પારેખ, તારાબેન પ્રભુદાસભાઇ પારેખ, નિતિનભાઇ પારેખ(બહેરીન), સી.જે ચોકસી પરિવાર નડીયાદ - રતિલાલભાઇ ભૂલચંદભાઇ રાજપરા (ખેરડીવાળા) પ્રફુલભાઇ હદવાણી (ગોપાલ નમકીન), બટુકભાઇ મોવલીયા, કૃનાલભાઇ દોમડીયા, લલીતભાઇ માધવજીભાઇ હીરપરા નવસારી, ધીરેનભાઇ ભીંડી, મનસૂખભાઇ સાવલીયા (ઉર્જા ઇન્ડી) બીપીનભાઇ હદવાણી (ગોપાલ નમકીન) રહેશે. તેમ પ્રમુખ જીતુભાઇ સાવલીયાની યાદીમાં જણાવાયું છે.(૪૦.૧૬)
સોમવારે પૂ.ઘનશ્યામલાલજી મહારાજનો પ્રાગટય ઉત્સવ
વધાઇ કિર્તન, રાસના કાર્યક્રમો
રાજકોટઃ મહાયજ્ઞ સમય દરમિયાન સપ્તમ પીઠાધીશ્વર ની.લી.પૂ.ગો.શ્રી.ઘનશ્યામલાલજી મહારાજનો પ્રાગટય ઉત્સવ તા.૧૦ને સલમવારે મનાવવામાં આવશે. પ્રાગટય ઉત્સવને અનુલક્ષીને સોમવારે રાત્રે ૯ વાગ્યે વધાઇ-કિર્તન તથા દિલીપભાઇ વેજાગામવાળાના રાસનો ક્રમ રાખેલ છે. તથા મંગળવારે રાત્રે ૯ વાગ્યે કમલેશભાઇ બાંગાવારાના રાસનોક્રમ તેમજ બુધવારે રાત્રે હોલી રસિયાનો ક્રમ પ્રખર કિર્તનકારો હરેશભાઇ રાજપરા, મહેશભાઇ વાગડીયા, ઘનશ્યામભાઇ ધીણોજા વગેરે દ્વારા રાખવામાં આવેલ છે.
(3:15 PM IST)










