તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
સ્વ.જીતુદાન ગઢવીને લોકડાયરાના માધ્યમથી સ્વરાંજલી

રાજકોટ : લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તળતીય વાર્ષિક પુણ્યતિથી નિમિતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં મેરાણ ગઢવી, અનુભા (બાવળી), પિયુદાન ગઢવી, નિકુલદાન ગઢવી, વિજયાબેન વાઘેલા સહિતના દેશવિદેશમાં લોક્સાહિત્ય અને ચારણી સાહિત્યના ખ્યાતનામ ધુરંધરોએ સ્વ. જીતુદાન ગઢવીને હદય પૂર્વક શબ્દ સ્વરૂપે સ્મરણાંજલિ આપી હતી. રાજકોટના ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહે ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણી હતી. લોક ડાયરાને પુરૂષોતમ રૂપાલાજી (સાંસદશ્રી રાજકોટ), દિલીપભાઈ સંઘાણી (ઈફકો, ચેરમેન), વિજયભાઈ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી), ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય), નયનાબેન પેઢડીયા (મેયર- રાજકોટ), નરેન્દ્રસિંહ જાડેજા (ડેપ્યુટી મેયર), જયમીનભાઈ ઠાકર (સ્ટેન્ડીંગ ચેરમેન, રાજકોટ), નીતિનભાઈ ભારદ્રાજ, નરેશભાઈ પટેલ (ખોડલધામ), શામજીભાઈ ખુંટ (પીપલ્સ કો.ઓપ. બેંકના ચેરમેન), રાજદિપસિંહ જાડેજા (રીબડા), મિતલ ખેતાણી (કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-રાજકોટ), ડો. યજ્ઞેશ જોષી (પ્રાધ્યાપક), ડો. બળવંત જાની, રામકુભાઈ ખાચર, જયેશભાઈ લોઢીયા, બકુલભાઈ સોરઠીયા (ખોડલધામ), રાજેન્દ્રસિંંહ જાડેજા (ખીરસરા), મયુરધ્વજસિંંહ જાડેજા (જે.એમ.જે. ગ્રુપ), દિનેશભાઈ વિરાણી (ઉત્સવ ગ્રુપ), મનુભાઈ વઘાસીયા સહિતનાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનાં નાના એવા ગામ વાંકાનેરમાં સ્વ.હરીસંગભાઈ તથા દોલતબાના કુખે જન્મેલ જીતુદાન ગઢવી નાનપણથી જ લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં રૂચી ધરાવતા, એ જમાનામાં કળષિ ડીપ્લોમાંનું ભણતર પૂરું કરીને, ૧૭ વર્ષ જુદા-જુદા ગામડાઓમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવી. તેમનો મુળ જીવ લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં પરોવાયેલ હોવાથી આશરે ૫૦ વર્ષ પહેલા લોકડાયરાની શરૂઆત કરી સમગ્ર વિશ્વમાં ચારણી સાહિત્યને ગુંજતુ કર્યું હતું. સ્વ. જીતુદાન ગઢવીનાં પુત્ર જયદાન ગઢવી (મો. ૯૯૭૪૪ ૧૦૬૨૪)એ ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનોનો આભાર માન્યો હતો.
(2:39 PM IST)










