<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

દેવ સોલ્‍ટ ગૃપ ઉપર બીજા દિવસે આઇટીના દરોડાઃ થોકબંધ સાહીત્‍ય કબ્‍જે

પ૦ લાખ રોકડા મળ્‍યાઃ મોટી કરપાત્ર રકમ મળવાના નિર્દેશ

રાજકોટ તા.૮: લાં..બા વિરામબાદ ગઇકાલે રાજકોટ ઇન્‍કમટેક્ષની ઇન્‍વેસ્‍ટીગેશન વીંગ દ્વારા દેવ સોલ્‍ટ ગૃપ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જે બીજા દિવસે પણ તમામ સ્‍થળોએ દરોડાની કાર્યવાહી ચાલુ છે.

રાજકોટ ઇન્‍કમટેક્ષની ઇન્‍વેસ્‍ટીગેશન વીંગ દ્વારા દેવ સોલ્‍ટ ગૃપના ડાયરેકટર સાઇટ, કોર્પોરેટ ઓફીસ સહીત ૧પ સ્‍થળોએ ૭પથી વધુ અધિકારીઓએ રેડ પાડી હતી. તે દરમ્‍યાન પ૦ લાખ રોકડા મળી આવ્‍યા હતાં. પેઢીના દેવ સોલ્‍ટ ગૃપના ડી.એસ.ઝાલા, હિતેન્‍દ્રસિંહ ઝાલા સહિત અમદાવાદ, જામનગર, માળીયા મીયાણાની ઓફીસે તપાસ ચાલુ છે.

આવકવેરાના ઉચ્‍ચ સુત્રોએ જણાવ્‍યું છે કે દેવ સોલ્‍ટ ઉપર તપાસ દરમ્‍યાન થોકબંધ સાહીત્‍ય મળ્‍યું છે. તેમજ મોટી કરપાત્ર મળવાનો નિર્દેષ આપ્‍યો છે.

(2:36 PM IST)