તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
જીયાણાના મુકેશભાઇને આરકે ઇન્ડસ્ટ્રીઝ પાસે ભોલાએ માથામાં પાઇપ ફટકાર્યો
તારો ભાઇ કેમ મારી વાતો કરે છે? કહી હુમલો

રાજકોટ તા. ૮: કુવાડવા તાબેના જીયાણા ગામે રહેતાં મુકેશભાઇ ધીરજલાલ વેકરીયા (ઉ.વ.૪૪) સાંજે સાડા છએક વાગ્યે ગામ નજીક આવેલ આરકે ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં હતાં ત્યારે ભોલા લીંબાસીયા નામના શખ્સે આવી ઝઘડો કરી માથામાં પાઇપ ફટકારી દેતાં લોહીલુહાણ થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતાં એરપોર્ટ પોલીસને જાણ કરાઇ હતી. મુકેશભાઇના કહેવા મુજબ પોતે મિત્ર સાથે ઉભા હતાં ત્યારે ભોલાએ આવીને તારો ભાઇ કેમ ફોનમાં મારી વાતો કરે છે? કહી હુમલો કરી દીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(12:06 PM IST)










