તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
પૂર્વ વિસ્તારના મામલતદાર ચાવડાની હેટ્રીક બેંક બાકી પ્રશ્ને સતત ત્રીજો કબ્જો લેવાયો
દૂધસાગર રોડ પર ફલેટ સીલઃ નાગરીક બેંકની પ લાખની બાકી હતી

રાજકોટ તા. ૮ :.. કલેકટરની સુચના બાદ શહેરના મામલતદારો દ્વારા એક પછી એક બેંક લોનની બાકી પ્રશ્ને મીલકતોના કબજો લેવાઇ રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારના મામલતદાર ચાવડા અને સર્કલ ઓફીસર શ્રી સત્યમ શેરસીયાએ બેન્ક સિકયુરાઇટેઝશન એકટ હેઠળ રાજકોટ નાગરીક બેંકની રૂા. પ લાખથી વધુની બાકી પ્રશ્ને દૂધસાગર રોડ પર નારસદા મજીદભાઇ ગુલાબભાઇના ફલેટનો કબજો લઇ, ફલેટને સીલ મારી બેંકને સોંપી દિધો હતો. પૂર્વ મામલતદાર ટીમે ત્રણ દિવસમાં સતત ત્રીજી મિલકતનો કબજો લઇ હેટ્રીક સર્જી દિધી હતી, ગઇકાલના કબજા અંગે નાયબ મામલતદાર શ્રી પુરોહીત નોટીસ તૈયાર કરી બજાવી હતી, ત્રણ દિવસમાં કુલ ૧૭ લાખથી વધુની મીલકતના કબજા લેવાયા છે.
(11:38 AM IST)










