તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 6th February 2025
વિધવા બહેનોનો મનપાનો તમામ વેરા માફ કરોઃ ચાવડીયા
વોર્ડ નં. ૧ના કોંગ્રેસના પ્રમુખની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરને રજૂઆત

રાજકોટ તા. ૬ :.. મનપાના આગામી નાણાંકીય વર્ષ ર૦રપ-ર૬ નું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ થનાર બજેટમાં શહેરના વિધવા બહેનોને તમામ વેરા માફ કરવા કોંગ્રેસના બિજલભાઇ ચાવડીયાએ સ્ટે. ચેરમેન જયમીન ઠાકરને રજૂઆત કરી છે.
આ અંગે બિજલભાઇ ચાવડીયાએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, આગામી રપ-ર૬ ના વર્ષના બજેટમાં રાજકોટ મહાનગરપાલિકાએ તેના જુદા જુદા વેરા ના દરો વધારવા જોગવાઇ કરી છે. પરંતુ આ બાબત ને ધ્યાને લઇ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીએ વિધવા મહિલાઓને વેરામાંથી મુકિત આપવા જોગવાઇ કરવી જોઇએ. જેમાં વિધવા બહેનોના નામે મકાન હોય કે પોતાનું મકાન ભાડે આપેલ હોય, વિધવા મહિલા તેમના પતિનું ડેથ સર્ટી. કરવા સહિતના વિવિધ નિયમો ધ્યાને લઇ આ અંગે યોગ્ય કરવા માંગ કરી છે.
(3:46 PM IST)










