News of Thursday, 6th February 2025
સફેદ એલઇડી બલ્બવાળા વધુ ૫૧ વાહનો પકડાયાઃ ડ્રાઇવીંગ લાયસન્સ ન ધરાવતાં ૩૫ છાત્રો સામે કાર્યવાહી
ટ્રાફિક ડીસીપી પૂજા યાદવની સુચનાથી એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં ટીમોની કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં વાહનોમાં ગેરકાયદેસર રીતે સફેદ એલઇડી લાઇટ ફીટ કરાવનારા વાહનચાલકો વિરૂધ્ધ ટ્રાફિક પોલીસની ઝુંબેશ યથાવત રહી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ગત સાંજે સફેદ એલઇડીવાળા ૫૧ વાહનોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત સ્કૂલ કોલેજ ખાતે વાહન લઇને આવતાં હોય તેવા સગીર વયના ૩૫ છાત્રોને શોધી કાઢી તેમના વાલીઓને બોલાવી કડક સુચના અપાઇ હતી. તેમજ હવે પછી જો સગીર સંતાનોને વાહનો આપશે તો વાલીઓ સામે કાર્યવાહી થશે તેવી સમજ અપાઇ હતી. શહેરની જુદી જુદી શાળા કોલેજોમાં ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના વિધાર્થીઓ કે જેમની પાસે લાયસન્સ ન હોય છતાં વાહન હંકારી સ્કૂલે આવતા હોવાથી કાર્યવાહી કરી છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન માર્ગ અકસ્માત થવાના કારણે ૭૬૧૮ વ્યકિતના મુત્યુ થયા હતા અને જેમાંથી ૧૬૨૩ વ્યકિતઓ ૨૬ વર્ષથી નીચીની વયના હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. આથી શાળા-કોલેજ સમયથી જ માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવાય અને અકસ્માત નિવારી શકાય એ માટે વખતો વખત ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા અવેરનેસ અંગે સેમિનારનું આયોજન કરી ટ્રાફિક નિયમો વિશેના પાઠ ભણાવવામાં આવે છે એમ છતાં વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લઘન કરી વાહન હંકારી રહ્યા હોવાથી ટ્રાફિક પોલીસ દવારા શહેરની જુદી જુદી શાળા કોલેજોમાં ડ્રાઈવ શરૂ થઇ છે. આ કાર્યવાહી ટ્રાફિક ડીસીપી પૂજા યાદવની સૂચનાથી એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં ટ્રાફિક પોલીસની ટીમો દ્વારા કરવામાં આવી હતી. (
(3:40 PM IST)










