તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 6th February 2025
જય હો... નર્મદા મૈયા કી... શહેરીજનોનો ઉનાળો હેમખેમ થશે પસારઃ આજી-ન્યારી ડેમ ભરશિયાળે છલકાયા

રાજકોટઃ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-૧ અને ન્યારી-૧ ડેમ ભર શિયાળે છલકાતા શહેરીજનો માટે ઉનાળાના રાહતના સમાચાર મળ્યા છે. કેમ કે સિંચાઇ વિભાગના વર્તુળોમાંથી મળતી માહીતી મુજબ આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં છેલ્લા એક મહિનામાં સૌની યોજના મારફત આજી-૧ માં અંદાજીત પ૭પ એમસીએફટી અને ન્યારી-૧ ડેમમાં અંદાજીત ૬૦૦ એમસીએફટી ઠાલવવામાં આવતા બંને ડેમો ઓવરફલો થયા છે.
(3:58 PM IST)










