તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
અવધના ઢાળીયા નજીક આઇશરે રિક્ષાને ઉલાળતાં કેટરર્સ સંચાલક સહિત ૩ને ઇજા
વિરૂ મેસવાણીયા, સાથેના બે કર્મચારી મનિષ વાઘેલા તથા અશોક દાફડાને ઇજાઃ રાતે બે વાગ્યે કેટરર્સનું કામ પતાવી ઘરે જતા'તા

રાજકોટ તા. ૬: કાલાવડ રોડ અવધના ઢાળીયા પાસે રાતે બે વાગ્યે આઇશરની ઠોકરે રિક્ષા ચડી જતાં રિક્ષાચાલક કેટરર્સ સંચાલક અને પાછળ બેઠેલા તેના બે કર્મચારીઓને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જાણવા મળ્યા મુજબ અવધના ઢાળીયા નજીક કવાર્ટરમાં રહેતાં અને કેટરીંગનુ સંચાલન કરતાં વિરૂભાઇ શરદભાઇ મેસવાણીયા (ઉ.વ.૩૪) રાતે બાલાજી હોલ નજીક પાર્ટી પ્લોટ ખાતે કેટરીંગના ઓર્ડરમાં ગયા હતાં. રાતે બે વાગ્યે કામ પતાવી રિક્ષામાં બે કર્મચારીઓ મનિષ લાલજીભાઇ વાઘેલા (ઉ.વ.૨૬) અને અશોક પાલાભાઇ દાફડા (ઉ.વ.૨૮)ને બેસાડી અવધના ઢાળ તરફ ઘરે જતાં હતાં ત્યારે સામેથી અચાનક આઇશર આવી જતાં તેની ઠોકરે રિક્ષા ચડી જતાં ત્રણેયને ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. (૧૪.૮)
(4:07 PM IST)










