News of Thursday, 6th February 2025
રંગોલી પાર્ક નજીક આવેલ વિર-વીરૂ અમૃત સરોવરનું બ્યુટીફીકેશન કરવા મહાનગર પાલીકાને સોંપવા રજૂઆત

રાજકોટ, તા.૬: અત્રે રંગોલી પાર્ક કટારીયા ચોકડી નજીક આવેલ ‘વિર વીરુ'અમળત સરોવરની નોંધ ઇ-ધરા તથા ૭/૧૨માં કરવા અને તેના બ્યુટી ફીકેશન, સરક્ષણ, પ્રકાશ આયોજન અને રખરખાવની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાને સોંપવા યોગ્ય નિર્ણય લેવા અંગે રંગોલી પાર્ક સોસાયટી ફલેટ હોલ્ડર્સ હિતરક્ષક સમિતિના કાર્યકારી અધ્યક્ષ ભીખાલાલ સહાયતાએ સેવાસદન -૧ના અધ્યક્ષને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે દિશાનિર્દેશ અનુસાર ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, રાજકોટના માધ્યમથી અત્રેના રહેવાસીઓના આર્થિક તેમજ તમામ સહયોગથી, સરકારશ્રીની માર્ગદર્શિકા અને ખાસ કરીને આપશ્રીના માર્ગદર્શન મુજબ અત્રેની રંગોલીપાર્ક સોસાયટીનાં ગેટ ક્રમાંક ૨ ની સામે રાજકોટ વેસ્ટ, વાર્ડ ક્રમાંક ૧૧માં સેકંડ રીંગ રોડ અને સમન્વય પાર્ટી પ્લોટને જોડાતા માર્ગ પર આવેલ નવનિર્મિત વીર વીરુ અમળત સરોવર નિર્માણનું મોટાભાગનું કાર્ય પૂર્ણ થવામાં છે. આપના અધ્યક્ષ સ્થાને તા.૧૨.૦૪.૨૦૨૩નાં રોજ યોજેલ બેઠક દરમ્યાન આપે જણાવ્યા મુજબ ઉપરોક્ત સરોવરની જમીન TPS 23માં સર્વે કર્માંક ૧૮૦ પૈકીની હોય તેની અમળત સરોવર તરીકે કાયમી નોંધ ઈ ધરા તેમજ ૭/૧૨માં ઉલ્લેખિત કરવા નિર્દેશ કરેલ તે મુજબ વીર વીરુ અમળત સરોવર તરીકે કાયમી નોંધ ઈ ધરા તેમજ ૭/૧૨ માં કરવા વિનંતી છે.
હાલ આ વીર વીરુ અમળત સરોવર રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ ક્રમાંક ૧૧ માં આવેલ છે પરંતુ તેની જમીન આપ સાહેબના હસ્તક હોય રાજકોટ મહાનગરપાલિકા તેના બ્યુટી ફ્રીકેશન, સંરક્ષણ, પ્રકાશ આયોજન અને રખરખાવ જે ખુબ જ જરૂરી હોવા છતાં તે દિશામાં કોઈ જ કાર્યવાહી કરી શકતી નથી ત્યારે આ બાબતે આપના સ્તરેથી યોગ્ય નિર્ણય થવા વિનંતી છે તેમ ભીખાલાલ સહાયતાએ પત્રમાં જણાવ્યું છે.
(3:01 PM IST)










