<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

અમદાવાદથી આવેલ સહિત કુલ રર૭ કિલો પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક જપ્ત

મનપાની સોલીડ વેસ્‍ટ શાખાનો સપાટો : જાહેરમાં ગંદકી કરનાર ૩૮ દુકાનદારો દંડાયાઃ ૧૭,૮૦૦નો દંડ

રાજકોટઃ તા. ૦૬: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે ત્રણેય ઝોન વિસ્‍તારમાં અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા.  એમ કુલ ૨ દિવસ દરમ્‍યાન ત્રણેય ઝોનમાંથી કુલ ૩૮ આસામીઓ પાસેથી ૨૨૬ .૫૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા વેપારી  પાસેથી રૂ.૧૭૮૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

 આ અંગે મનપાની સતાવાર પાદીમાં જણાવ્‍યા મુજબ સોલીડ વેસ્‍ટ  દ્વારા સેન્‍ટ્રલ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપપ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૨પાસેથી ૦.૪૮૯  કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા  પાસેથી રૂ ૨૮૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

 વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગોપર ઝુંબેશરૂપપ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૩ આસામીઓ પાસેથી  ૦.૬ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૨૯૫૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્‍ટ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૩  ે પાસેથી ૨૨૫.૪૭ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્ત કરીતથા ગંદકી કરતા  પાસેથી રૂ.૧૨૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરના  માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ.

(3:00 PM IST)